લો બોલો, વડા પ્રધાને મંદિરની દાન પેટીમાં ફક્ત આટલા રૂપિયાનું દાન કર્યું…
ભીલવાડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી નવ મહિના અગાઉ રાજસ્થાનના એક મંદિરમાં ગયા હતા ત્યારે તેમણે મંદિરની દાન પેટીમાં એક કવર નાખ્યું હતું. ત્યારે નવ મહિના બાદ આજે દાન પેટીમાં રહેલા દાનની ગણતરી કરવાની શરૂઆત કરી ત્યારે દાન પેટીમાંથી ખાસ યાદ કરીને ત્યાંના પૂજારીએ કવર બહાર કાઢ્યા જેમાં એક કવરમાં 21 રૂપિયા, એક કવરમાં 101 રૂપિયા એને ત્રીજા કવપમાં 2100 રૂપિયા નીકળ્યા હતા.
રાજસ્થાનના ભીલવાડા શહેરમાં જાન્યુઆરીમાં યોજાએલા ભગવાન શ્રી દેવનારાયણજીના જન્મ જયંતિ મહોત્સવ પર આયોજિત કરવામાં આવેલા સમારોહને સંબોધિત કરવા માટે વડા પ્રધાન મોદી ત્યાં પહોંચ્યા હતા. તે સમયે તેમણે સભાને સંબોધિત કર્યા બાદ લીમડાના છોડનું રોપણ કર્યું હતું અને મંદિર પરિસરમાં ચાલી રહેલા યજ્ઞમાં આહુતિ પણ આપી હતી અને તે દરમિયાન વડા પ્રધાને દર્શન કરીને દાન પેટીમાં એક કવર નાખ્યું હતું.
તો હવે વડા પ્રધાનના કવરને લઇને રાજકારણ થવા લાગ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને રાજસ્થાન બીજ નિગમના પ્રમુખ ધીરજ ગુર્જરે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રી દેવનારાયણ જીના પ્રાગટય દિવસે ભાજપે ઉપસ્થિત હજારો ગુર્જર સમાજના ભાઈઓને વચન આપ્યું હતું કે મને ગુર્જર સમાજને જે કંઈ આપ્યું છે તે મંદિરની દાનપેટીમાં મૂક્યું છે. પરંતુ આજે જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે કવરમાંથી ફક્ત નીકળેલા 21 રૂપિયા જ નીકળ્યા હતા.
ધીરજ ગુર્જરે કહ્યું હતું કે શું આ તમારો વિકાસ છે? શું આ ગુર્જર સમુદાયને તમારી ભેટ છે? દેશના વડા પ્રધાન કોઈ પણ સમાજને સપનું બતાવીને છેતરે તે સારી વાત નથી.