વાઘ બચાવો કે માણસ બચાવો, જ્યાં સુધી કોઇનું મૃત્યુ ના થાય ત્યાં સુધી વન વિભાગ કોઇ પગલાં લેતો નથી….
પીલીભીત: સરકાર કહે છે કે સેવ ધ ટાઇગર પરંતુ જે વિસ્તારોમાં વાઘ રહે છે ત્યાં લોકોને ધ્યાનમાં રાખીને સરકાર કેમ કોઇ પગલા લેતી નથી. જ્યારે વાઘના હુમલાથી કોઇનું મૃત્યુ થાય ત્યારબાદ જ વન વિભાગ જાગે છે અને કામગીરી હાથ ધરે છે. ઉત્તર પ્રદેશમાં સ્થિત પીલીભીત ટાઈગર રિઝર્વના જંગલોમાં રહેતા વાઘ છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રામીણો માટે આતંકનો પર્યાય બની ગયા છે. એ ગમે ત્યારે પાળેલા પ્રણીઓ પર હુમલો કરે છે. ત્યારે હવે આ અંગે વન વિભાગે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. વિભાગ વાઘથી લોકોને અને તેમના પ્રણીઓને બચાવવાનું આયોજન કરી રહ્યું છે.
પીલીભીતમાં અત્યારે ચાર અલગ-અલગ વિસ્તારોમાં વાઘ જોવા મળે છે અને આ તમામ વિસ્તારોમાં ગ્રામજનો પણ રહે છે. જેમાં ઘણા મહિનાઓથી અમરીયા વિસ્તારના સુરજપુર અને આસપાસના વિસ્તારોમાં વાઘને લટાર મારી મારતો જોવા મળે છે. આુપરાંત મધોટાંડા તહસીલના અલગ-અલગ વિસ્તારોમાં વાઘે ઘરના વાડામાં બાંધેલા પાલતુ પ્રાણીઓ પર હુમલો કરીને મારી નાખ્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી પુરનપુર વિસ્તારમાં પીટીઆરની માલા રેન્જમાંથી બહાર આવેલ વાઘ ગ્રામજનો માટે આતંક બની ગયા છે.
વાઘની સતત વધી રહેલી હિલચાલ બાદ ગ્રામજનો વન વિભાગ સામે સતત આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે વન વિભાગ વાઘના આતંકને દૂર કરવા માટે તૈયારી કરી રહ્યું છે. વિભાગ વાઘને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી માંગી રહ્યો છે. હવે સ્થિતી એવી છે કે જો વલ વિભાગ દ્વારા કોઇ પગલા લેવામાં નહી આવ્યા તે આવેશમાં આવીને ગ્રામજનો વાઘ પર હુમલો કરી શકે છે.
ઘનીય છે કે પીલીભીત ટાઈગર રિઝર્વને અડીને આવેલા વિસ્તારોમાં વાઘ અને દીપડાના હુમલાની ઘટનાઓ ઝડપથી વધી છે. વાઘના હુમલામાં ખેડૂતો સહિત અનેક ગ્રામજનોએ જીવ પણ ગુમાવ્યા છે. દીપડાના હુમલાના અનેક બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે.