Top Newsનેશનલ

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સંરક્ષણ કરાર વિશે ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું? વાંચો આ અહેવાલ…

નવી દિલ્હીઃ ભારત કરતા પાકિસ્તાનના વધારે વિદેશી મિત્ર દેશ હોવાનું મીડિયા રિપોર્ટ્સ કહે છે. ભારતે ઓપરેશન સિંદૂર કર્યો ત્યારે કોઈ દેશે ખુલીને ભારતનો સાથે નહોતો આપ્યો પરંતુ પાકિસ્તાન સાથે કેટલાક દેશોએ ઊભા રહ્યા હતા, જેમાં તુર્કીયે અને ચીનનું નામ સામેલ છે.

આ બાદ પાકિસ્તાન સાથે હવે એક બીજો દેશ પણ જોડાયો છે. જી હા પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર થયો છે. રિપોર્ટ્સ પ્રમાણે આ કરારને વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર નામ આપવામાં આવ્યું છે. જેમાં બંને દેશોએ પરસ્પર કેટલીક બાબતોમાં એકબીજાનો સાથ આપવાનું નક્કી કર્યું છે.

Reuters

પાક-સાઉદીનો રક્ષા કરાર ભારતને કેવી અસર કરશે?
આ સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, સરકારને આ કરાર વિશે ઘણાં સમયથી જાણ હતી.

આ કરારના કારણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિતતા અંગે પણ ખાસ અધ્યયન કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ સરકાર ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

સાઉદીએ પાકિસ્તાન સાથે કેમ રક્ષા કરાર કર્યો?
મહત્વની વાત એ છે કે, આ સંરક્ષણ કરાર ભારત દેશના કારણે નહીં પરંતુ ખાડીના દેશો પર ઇઝરાયલ દ્વારા જે હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે તેના કારણે આ દેશ આવો રક્ષા કરાર કરી રહ્યાં છે. એક રિપોર્ટ્સ પ્રમાણે સાઉદી અરબે ભલે પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર કર્યો હોય, પરંતુ તે ભારત સાથે ક્યારેય સંબંધ બગાડાવનો વિચાર કરશે નહીં.

સાઉદીના ભારત સાથેના સંબંદો ખૂબ જ સારા છે. પાકિસ્તાન સાથે આખરે શા માટે સાઉદીએ કરાર કર્યો તે એક પ્રશ્ન તો છે જ. કારણ કે, પાકિસ્તાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, કરાર થયો પરંતુ પાકિસ્તાન પોતાના પરમાણુ સાઉદીને આપશે નહીં.

Reuters

આ દેશોએ પાકિસ્તાન ખુલીને સાથ આપ્યો હતો
ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનનો સાથ આપતા ત્રણ દેશો આવ્યાં હતાં. ચીન, તુર્કીયે અને અઝરબૈજાન દેશો ખુલીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. પરંતુ ભારત સાથે કેટલા દેશો છે જે આવી સ્થિતિમાં ખુલીને ભારતનો સાથે આપે? અમેરિકા અને રશિયા પણ ખુલીને સાથ તો નથી જ આપતા.

ભારતે આ દિશામાં કામ કરવાની જરૂર છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં તો કામ કરવાનું જ છે પરંતુ સાથે વિશ્વના દેશો સાથે પણ સંબંધો સારા રહે તે માટે કામ કરવું પડશે. અત્યારે વિશ્વમાં ગમે તે સમયે યુદ્ધની સ્થિતિ નિર્માણ થયા તેવું વાતાવરણ છે. અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. જેથી ભારતે પણ સાઉદી અરેબિયા સાથે સંબંધો વધુ મજબૂત કરવા માટે મહેનત કરવાની રહેશે.

આ પણ વાંચો…કરાર પછી સાઉદી અરેબિયાને પાકિસ્તાને આપ્યો ઝટકો: પરમાણુ શસ્ત્રો તો નહીં મળે….

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button