2025 માં શનિની ચાલમાં થશે મોટો ફેરફાર, આ રાશિના લોકો બિરાજશે સિંહાસને…
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને અનુશાસન અને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિને કર્મદાતા કહેવાય છે. તેો તમને તમારા કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરનારો ગ્રહ છે. દરેક રાશિના જાતકોના જીવન પર શનિની અસર લાંબા સમય સુધી રહે છે. કર્મફળના દાતા શનિ હાલ પોતાની મૂળ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. નવા વર્ષ 2025માં તેઓ રાશિ પરિવર્તન કરશે અને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં ગોચરથી કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે છે. આપણે આ લકી રાશિઓ જાણીએ.
આ પણ વાંચો : વાયરલ ફિવરમાં આ ખોરાક થશે ઉપયોગી
શનિના મીન રાશિમાં ગોચરથી આ રાશિના જાતકો માટે અચ્છે દિન આવશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. ધનલાભના પ્રબળ યોગ છે. તમે તમારી કરિયરમાં નવી ઊંચાઈઓ સ્પર્શવાની તક મળશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. તમારા વેપારમાં વિસ્તાર થશે અને નવા ગ્રાહકો ઉમેરાશે. ઉત્પાદન વધશે. પરિવારમાં નવો સભ્ય જોડાઈ શકે છે. કરજ મુક્ત થઈ શકો છો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. લવ લાઈફમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારધંધામાં ખુબ ફાયદો થઈ શકે છે. તમે કોઈ નવો બિઝનેસ આ સમયગાળામાં શરૂ કરી શકો છો. વિદેશ પ્રવાસની તકો ઊભી થશે. વિદેશમાંથી પણ ધંધામાં ઘણો ફાયદો થશે. એટલો ફાયદો થશે કે તમે નાણાં ગણતા થાકી જશો.
મકર રાશિનો સ્વામી ખુદ શનિ છે. આ રાશિના જાતકોને શનિની સાડા સાતીથી છૂટકારો મળી શકે છે, જેનાથી તેમને હાશકારો થશે. તમારી ભાવનાત્મક સ્થિરતા વધશે અને તમે વધુ શાંત થશો. રોકાણથી સારો લાભ થશે. તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધ મજબૂત થશે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. રિટેલ વ્યવસાયમાં ગ્રાહકોની સંખ્યા વધશે. તેનાથી તમારી આવકમાં જબરદસ્ત ઉછાળો આવશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સુધરશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદ્યાર્થીઓને સારી કોલેજમાં પ્રવેશ મળી શકે છે. તમે નવા લોકોને મળશો અને મિત્રતા કરશો. માનસિક શાંતિ મળશે. મિત્રો કે પછી પરિવાર સાથે કોઈ નાની મુસાફરી કરી શકો છો. ધાર્મિક યાત્રાએ જવાના પણ યોગ છે.
આ પણ વાંચો : સિગારેટ, તમાકુ, કોલ્ડડ્રિન્ક્સ પર 35% GST લદાશે! GoMનો આ ફેરફારોનો પ્રસ્તાવ રજુ કર્યો
આ રાશિના જાતકોને તો મજા જ મજા થઇ જશે. તેમની ચિંતાઓ ઘટશે અને તમને મહેનતનું ફળ મળશે. તમને તમારા કામમાં સફળતા મળશે અને બોસ તમારાથી ખુશ રહેશે. તમારા વ્યાપારિક સંબંધ મજબૂત થશે. તમારા વેપાર ધંધામાં સુધાર થવાથી ધનનો વરસાદ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધ મજબૂત થશે. આર્થિક સમસ્યા દૂર થશે. કોઈ નવો સાથી મળી શકે છે. ટેક્સમાં છૂટ મળવાથી તમને સારો એવો ધનલાભ થશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. તમારી સામાજિક કુશળતા વધવાથી નવા નવા સંબંધો બંધાશે. અચાનક ધનલાભના પ્રબળ યોગ છે. મિત્રો સાથે સારો સમય પસાર કરશો.