શનિ અને બુધ આ પાંચ રાશિના જાતકોને કરાવશે જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ન્યાયના દેવતા શનિ મહારાજને નવે નવ ગ્રહમાં સૌથી મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે શનિ દેવ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે અને તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ. આ કારણે શનિના હિલચાલની અસર લાંબો સમય સુધી જોવા મળે. હાલમાં શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 10મી ઓક્ટોબરના સવારે 10:50 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ આ જ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. એક જ રાશિમાં બુધ અને શનિની યુતિ થતાં દુર્લભ સંયોગો બની રહ્યા છે અને જેને કારણે અમુક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થશે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કે જેમને બુધ અને શનિ લાભ જ લાભ કરાવી રહ્યા છે-
વૃષભ રાશિના જાતકો માટે શનિ-બુધની થઈ રહેલી યુતિ લાભદાયી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બનશે. વેપારીઓ કોઈ નવો ધંધો શરૂ કરવા વિચારી શકે છે. નાના અને મધ્યમ વેપારીઓને વેપારમાં નફો થતાં ખુશીનો પાર નહીં રહે. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ખર્ચ વધી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે.
આ રાશિના જાતકો માટે પણ સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે, તેમને સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીની ઈચ્છા પૂરી થશે. વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે. પ્રેમીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે. જીવનસાથી સાથે ફરવા જશો, મોંઘી ભેટ પણ મળી શકે છે. ઉદ્યોગપતિઓ વિદેશ પ્રવાસ કરશે. લાંબી મુસાફરીના સકારાત્મક પરિણામો મળશે.
આવતા મહિનાથી આરાશી માટે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી પેન્ડિંગ કામ પૂરા કરવામાં સફળ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કોઈના ઘરમાં કોઈ પ્રકારનું શુભ કાર્ય થઈ શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કોર્ટ કેસનો ચુકાદો તમારા પક્ષમાં આવશે. વંશજોને ધન લાભ થશે. નવું મકાન ખરીદવા માટે અનુકુળ સમય. શેરબજારમાં રોકાણથી લાભ મળશે.
શનિ અને બુધની એક જ રાશિમાં થઈ રહેલી યુતિ આ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. કાર્યમાં સફળતા મળશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેશે. કરિયરમાં પ્રગતિ થશે અને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળશે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. કોઈ જૂના રોકાણથી લાભ મળશે. પરિવાર સાથે દૂરની યાત્રા કરી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ રહેશે.
કુંભ રાશિના જાતકોને પણ ભાગ્યનો સાથ મળી રહ્યો છે. વૈવાહિક જીવન સુખમયી રહેશે. નોકરી શોધી રહેલાં લોકોને સારી નોકરી મળશે. વેપારીઓ માટે પણ વેપારમાં સતત આગળ વધવાનો અને નફો કમાવવાનો સમય રહેશે. કામના સ્થળે તમારા કામથી ઉપરી અધિકારી ખુશ થશે અને તમારા કામના વખાણ કરશે. સહકર્મચારીઓ પણ તમારા કામમાં મદદ કરશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે.