પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ સરહદે શંકાસ્પદ સેટેલાઇટ સિગ્નલ મળ્યા! સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગર: પ્રજાસત્તાક દિવસને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એ પહેલ સીમા પાર બેઠેલા આતંકવાદી સંગઠનો વધુ સક્રિય થઇ ગયા છે. જમ્મુના કાનાચક વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ એક કિલોમીટર દુર શંકાસ્પદ સેટેલાઇટ કમ્યુનિકેશન ટ્રેક થતા સુરક્ષાદળો સાવધ થઇ ગયા છે અને સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.
ભારતની ગુપ્તચર એજન્સીઓએ સરહદી વિસ્તારમાં થુરાયા સેટેલાઇટ કમ્યુનિકેશન ડિવાઈસનો ઉપયોગ થઇ રહ્યો હોવાની જાણ થઇ હતી. જે અંગે સુરક્ષા દળોને જાણ કરવામાં આવી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
અશાંતિ ફેલાવવાનો પ્રયાસ:
જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, હાલ વિસ્તારની નાકાબંધી કરી છે. હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અધિકારીનમાં જણાવ્યા મુજબ આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન અશાંતિ ફેલાવવા ના પ્રયસો કરવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓને શોધી કાઢવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મસૂદ અઝહરેનો ચોંકાવનારો દાવો:
નોંધનીય છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડાપ્રધાન મૌલાના મસૂદ અઝહરે એક ઓડિયો મેસેજમાં કહ્યું હતું કે તેમની પાસે આત્મઘાતી હુમલા માટે હજારો ફિદાયીન તૈયાર છે. એવાં ભારતીય ગુપ્તચર એજન્સીઓ આને સુરક્ષા દળો કોઈ પણ પ્રકારની કચાસ છોડવા ઈચ્છતા નથી.
જમ્મુ અને કાશ્મીરના કાનાચક વિસ્તારમાં અગાઉ પણ ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવ્યા છે. વર્ષ 2021 અને 2022 માં જમ્મુ અને કાશ્મીર પોલીસે પાકિસ્તાની ડ્રોન જપ્ત કર્યા હતા.



