નેશનલ

સાંતલપુર મામલતદારનો આત્મહત્યાનો પ્રયાસઃ 6 લોકોની ગેંગ દ્વારા બ્લેકમેઈલિંગનો આક્ષેપ

પાટણઃ સાંતલપુરના મામલતદારે પોતાની જીવનલીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો છે. છ લોકોની એક ગેંગ તેમને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો એક વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે જાણ થતાની સાથે થરાદ મામલતદાર અને થરાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અત્યારે મામલતદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આપણ વાચો: ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, આત્મહત્યા કરવાનો પત્નીનો પ્રયાસ પતિ માટે માનસિક ત્રાસ

મામલતદારે વીડિયો વાયરલ કરી સ્યુસાઈડ નોટ લખી

મામલતદાર દિનેશભાઈ પંડ્યાએ એક વીડિયો વાયરલ કર્યો અને સાથે એક સુસાઈડ નોટ લખીને રાત્રે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ થરાદમાં આવેલા પોતાના વતન વજેગઢમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે હાલત ગંભીર હોવાના કારણે તેઓ પાલનપુરમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં મામલતદાર ડી. ડી. પંડ્યાએ પોતાના આપવીતી જણાવી છે. આ વીડિયોમાં ભાણેજ સહિત કુલ છ જેટલા લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે, આ લોકો તેમને ધમકી અને બ્લેકમેઈ કરી રહ્યાં હતા, એટલું જ નહીં પરંતુ આ લોકો માનસિક રીતે ત્રાસ આપી રહ્યાં હતા. આ છ લોકોની ગેંગે મામલદાર પાસે રૂપિયા 20 લાખની માંગણી પણ કરી હતી.

આપણ વાચો: માનસિક અને શારીરિક ત્રાસથી પરિણીતા કંટાળી, પતિ સહિત સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી

માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

વાયરલ વીડિયો પ્રમાણે મામલતદારના ભાણેજ સહિત 6 લોકોએ તેમની સામે એસીબીમાં ખોટી ફરિયાદ પણ દાખલ કરાવી હતી. આ સાથે કોઈ યુવતી સાથે ખોટા ફોટા બનાવી બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યાં હતાં.

સતત માનસિક ત્રાસથી કંટાળીને અંતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્યુસાઈડ નોટમાં ગુનેગારોના નામ, મોબાઈલ નંબર અને ક્યારે ધમકી આપવામાં આવી હતી તે તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે થરાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button