આમ આદમી પાર્ટીના સાંસદે આપ્યું રાજીનામું, જાણો વિગત…

લુધિયાણાઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને આપ્યું હતું. સંજીવ અરોરા તાજેતરમાં આમ આદમી પાર્ટીની લુધિયાણા વેસ્ટ વિધાનસભા સીટ પરથી પેટા ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. ધારાસભ્ય બન્યા બાદ સંજીવ અરોરાએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો.
23 જૂને લુધિયાણા વેસ્ટ વિધાનસભા સીટની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જેમાં સંજીવ અરોરાએ જીત મેળવી હતી. ગત શનિવારે સંજીવ અરોરાએ લુધિયાણા વિધાનસભા સીટ પરથી ચૂંટાયા બાદ શપથ ગ્રહણ કર્યા હતા.
લુધિયાણા વેસ્ટ વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના સંજીવ અરોરાએ કોંગ્રેસના ભરત ભૂષણને હરાવ્યા હતા. સંજીવ અરોરાને 35,179 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ભરત ભૂષણને 24,542 વોટ મળ્યા હતા. ભાજપના ઉમેદવારને 20,323 મત મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સંજીવ અરોરાને 2018 માં પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ દ્વારા રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.