PM મોદીના આર્થિક સલાહકારે ભજન પર લગાવ્યા ઠુમકા, વાયરલ વીડિયોએ લોકોનું દિલ જીત્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર સંજીવ સાન્યાલ તાજેતરમાં સ્વરાજ કોન્ક્લેવમાં સહભાગી થયા હતા. જ્યારે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલ ભગવાન રામના ભજનોની ધૂન પર નાચતા જોવા મળે છે.
આ વીડિયો તાજેતરમાં યોજાયેલા સ્વરાજ કોન્ક્લેવનો છે, જ્યાં એક સમૂહ રામ ભજનોને ઉર્જાવાન અંદાજમાં ગાતું અને નૃત્ય કરતું હતું. સંગીતની ધૂન અને તાલની લયે ત્યાં હાજર દરેકને આકર્ષિત કર્યા.
આપણ વાંચો: “UPSCની તૈયારી સમયનો વ્યય છે…” EAC-PM સભ્ય સંજીવ સાન્યાલની ટિપ્પણી અંગે વિવાદ, જાણો શું છે મામલો
આ માહોલથી પ્રભાવિત થઈને સંજીવ સાન્યાલ પોતાને રોકી શક્યા નહીં અને રામ ભજનોની ધૂન પર જોરદાર નાચવા લાગ્યા. તેમનો આ ઉત્સાહભર્યો અંદાજ વીડિયોમાં કેદ થયો, જે હવે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યો છે.
સંજીવ સાન્યાલ એક પ્રખ્યાત આર્થિક નિષ્ણાત છે અને હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના મુખ્ય સભ્ય તરીકે કામ કરે છે. તેમણે વિશ્વના અનેક બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી છે.
આર્થિક વિષયો ઉપરાંત, તેઓ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓની ઊંડી સમજ ધરાવે છે. તેમનો આ વીડિયો તેમની વર્સેટાઈલ પર્સનાલિટીની ઝલક દર્શાવે છે.
સંજીવ સાન્યાલે વીડિયો વાયરલ થયા બાદ X પર એક પોસ્ટ લખીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ ચા પીવા માટે એન્ટે-રૂમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગલિયારામાં નાચતા એક સમૂહે તેમનું ધ્યાન ખેંચ્યું.
તેઓ લગભગ 30 સેકન્ડ માટે તેમની સાથે જોડાયા, પરંતુ આ ક્ષણ આટલી લોકપ્રિય થશે તેવું તેમને અંદાજો નહોતો. એક યુઝર્સે મજાકમાં કહ્યું કે “અધિકારી આવું નાચે એ પહેલીવાર જોયું,” જ્યારે અન્યએ તેમના ઉત્સાહની પ્રશંસા કરી.