બજેટ સત્રમાં ભાજપ-‘આપ’ના સાંસદ આવ્યા સામસામે, સંજય સિંહે કહ્યું જેલનું બજેટ વધારો…
નવી દિલ્હી: આજે ગુરુવારે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં બજેટ પર ચર્ચા યથાવત રહી હતી. આ ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બજેટમાં સામાન્ય લોકો માટે કંઈ નથી. મોદી સરકારમાં હવે માત્ર એક જ યોજના બચી છે અને તે યોજના છે દેશના યુવાનોને ભીખ માંગવાની. આ યોજનામાં વાટકા આપવામાં આવશે. તેમણે સરકાર પર આરોપ કરતાં કહ્યું કે તેમ કહો છો કે આપણે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ, તેનો ફાયદો કોને મળી રહ્યો છે? તમારા થોડા ઉદ્યોગપતિઓને, શેરી વિક્રેતાઓને નહિ.
આ પણ વાંચો: સંજય સિંહે Arvind Kejriwal ના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી, કહ્યું વજન 8.5 કિલો ઘટયુ
તેમણે કાવડ યાત્રામાં નેમ પ્લેટના આદેશને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પર ટીકા કરતાં કહ્યું કે “તમે નાના વેપારીઓને કહ્યું કે નેમ પ્લેટ લગાવો… મને કહો કે તમે હિંદુ છો કે મુસ્લિમ, દલિત છો કે પછાત, આદિવાસી… જો તમારે નેમ પ્લેટ લગાવવી જ હોય તો નીરવ મોદી અને વિજય માલ્યાના ગળામાં લગાવો. આ સાથે જ સંજય સિંહે કહ્યું કે હું સરકારને કહેવા માંગુ છું કે આ એક ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં આ પ્રકારનું કામ ન થવું જોઈએ. હાલમાં જ યુપીમાં ચૂંટણી હાર્યા છો… જો કોઈ જાટવ ધાબા, વાલ્મિકી ધાબા લખે તો તમે લોકો ત્યાં નહિ ખાવા જાવ. હું તમારી માનસિકતા જાણું છું. તમે રામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં રામનાથ કોવિંદને નહોતું આમંત્રણ આપ્યું. તમે દલિતો, આદિવાસીઓ, પછાત લોકો અને લઘુમતીઓથી નફરત કરવાનું કામ કરો છો.
रेहड़ी वालों का नेम प्लेट लगवाकर दलितों पिछड़ों मुसलमानों का रोज़गार ख़त्म करेगी BJP।
— Sanjay Singh AAP (@SanjayAzadSln) July 25, 2024
ये वो लोग हैं जिन्होंने राष्ट्रपति को भी प्रभु श्री राम के मंदिर के उद्घाटन में नही बुलाया।
नेम प्लेट लगवाना है तो
नीरव मोदी
विजय माल्या
ललित मोदी
नितिन संदेसरा
और अडानी के गले में नेम प्लेट… pic.twitter.com/Nj4vkBdlRw
સંજય સિંહે બજેટ પરની ચર્ચાને લઈને કહ્યું કે “બજેટમાં જેલને પણ ઓછું બજેટ આપવામાં આવ્યું છે. જેલનું બજેટ તો વધારી દો. 300 કરોડ રૂપિયા છે… આજે અમને જેલમાં મોકલ્યા છે કાલે તમારે જેલમાં જવું પડશે. તમારે બધાને જેલમાં આવવું પડશે. જેલનું બજેટ વધારજો આગળનો નંબર તમારો છે.” તેમના નિવેદન પર અધ્યક્ષ જગદીપ ધનખરે હસતાં કહ્યું કે હું ગૃહના નેતાને કહીશ કે જેલનું બજેટ વધારવા માટે આ ખૂબ જ માર્મિક અપીલ છે. આ જોઈને જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ હસી પડ્યા. આ પછી ધનકરે કહ્યું કે આ તરફ ધ્યાન આપો.
સંજય સિંહે કહ્યું હતું કે “તમારો હેતુ ન્યાય આપવાનો નથી, તમારો હેતુ દરેકને જેલમાં નાખવાનો છે. તમે દિલ્હીના સીએમને જેલમાં ધકેલી દીધા. તેમની શુગર 36 વખત 50થી નીચે ગઈ છે. દિલ્હીના શિક્ષણ અને આરોગ્ય મંત્રીને જેલમાં રાખવામાં આવ્યા હતા. વિપક્ષના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તમારો ઉદ્દેશ ટ્રાયલ ચલાવવાનો નથી, પરંતુ તમને જેલમાં ધકેલી દેવાનો છે. તમે જેટલા જેલમાં નાખશો, તેટલા જ ખાડામાં જશો. જો આમ જ કરશો તો 240 થી 24 પર આવી જશો.