પીએમ મોદીના પોડકાસ્ટ પર Sanjay Raut નો કટાક્ષ, ગણાવ્યા ભગવાન વિષ્ણુનો 13મો અવતાર…
મુંબઈ : દેશના પ્રધાનમંત્રીનું શુકવારે પ્રસારિત થયેલું પોડકાસ્ટ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પીએમ મોદીએ પોડકાસ્ટમાં કરેલા નિવેદન પર શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut )આકરી પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે તેઓ એક માનવ છે અને ભૂલો કરી શકે છે. આ અંગે સંજય રાઉતે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તે ભગવાન છે. હું તેમને માનવ નથી માનતો. ભગવાન તો ભગવાન હોય છે. તેમજ જો કોઇ પોતાને અવતાર તરીકે જાહેર કરે તો તે માનવ કેવી રીતે હોઇ શકે ? તે ભગવાન વિષ્ણુનો 13મો અવતાર છે. પોતાને ભગવાન માનનાર વ્યક્તિ જો પોતાને માનવ કહે તો કંઈક ખોટું છે. આમાં કેમિકલ લોચો છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા હાથે લડશે
આ ઉપરાંત સંજય રાઉતે કહ્યું કે તેમનો પક્ષ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા હાથે લડશે. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન
આ પણ વાંચો: PM Modiએ પ્રથમ પૉડકાસ્ટમાં રાજનીતિથી લઈ કયા કયા મુદ્દે કરી વાત?
એઆઇએડીએમકે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી રહ્યું છે. તેમણે કહ્યું, ગઠબંધનમાં વિવિધ પક્ષોના કાર્યકરોને તકો મળતી નથી અને આ સંગઠનાત્મક વિકાસમાં અવરોધ ઉભો કરે છે.અમે મુંબઈ, થાણે, નાગપુર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પરિષદો અને પંચાયતોની ચૂંટણીઓ એકલા હાથે લડીશું. તેમણે કહ્યું કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીને સંકેત આપ્યો છે કે તેવો એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ.
બેઠક બોલાવવાની જવાબદારી કોંગ્રેસ
મહારાષ્ટ્ર વિધાનસભામાં એમવીએની હાર અંગે આરોપો અને પ્રતિ-આરોપ કરવા બદલ સંજય રાઉતે કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે લોકો સર્વસંમતિ અને સમાધાનમાં માનતા નથી તેમને ગઠબંધનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધને એક પણ બેઠક યોજી નથી. શિવસેના યુબીટી નેતાએ કહ્યું, અમે ઇન્ડી ગઠબંધન માટે કન્વીનરની નિમણૂક પણ કરી શક્યા નહીં. આ બરાબર નથી. ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ હોવાથી બેઠક બોલાવવાની જવાબદારી કોંગ્રેસની છે.