સંધ્યા થિયેટર કેસઃ ફરી અલ્લુ અર્જુનને જામીન મળતા રાહત…
હૈદરાબાદઃ સંધ્યા થિયેટરમાં ભાગદોડના કિસ્સામાં અભિનેતા અલ્લુ અર્જુનને સૌથી મોટી રાહત મળી છે. પુષ્પા ટૂ ફિલ્મના સ્ક્રિનિંગ વખતે સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડના કિસ્સામાં અલ્લુ અર્જુન સામે કેસ નોંધાયો હતો. આ અગાઉ આ કેસમાં નાટકીય રીતે ધરપકડ થયા પછી કોર્ટે અગાઉ વચગાળાના જામીન આપ્યા હતા, જ્યારે આજે નામપલ્લી કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા છે.
આ પણ વાંચો : ચંદન ગુપ્તા હત્યા કેસઃ 28 આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો શું હતી ઘટના?
નામપલ્લી કોર્ટે સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં આજે સુનાવણી હાથ ધરી હતી, ત્યાર બાદ કોર્ટે અલ્લુ અર્જુનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને અભિનેતાને રેગ્યુલર જામીન આપ્યા હતા. દરમિયાન કોર્ટે જામીનની શરતો અન્વયે 50,000 રુપિયા અને બે જામીન રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
અહીં એ જણાવવાનું કે ચોથી ડિસેમ્બરના પુષ્પા ફિલ્મ ટૂ પાંચમી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો. આ શોમાં મોટી સંખ્યામાં થિયેટરમાં લોકો પહોંચ્યા ત્યારે અલ્લુ અર્જુન પહોંચતા ભાગદોડ થઈ હતી.
આ પણ વાંચો : ‘ગાયકોને મળવાનો સમય છે પણ અમને નહીં,’ પીએમ મોદીને મળ્યા દિલજીત દોસાંજ તો નારાજ થયા કિસાન નેતા…
આ ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. આ કેસમાં હૈદરાબાદ પોલીસે કેસ નોંધીને અલ્લુ અર્જુનની ધરપકડ પણ કરી હતી. ધરપકડ થયા પછી કોર્ટે અલ્લુ અર્જુનને જામીન પણ આપ્યા હતા.