Sandeshkhali: BJP – Mamta આમને સામને, મમતાએ video viral કરી શું કહ્યું ?
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલી Sandeshkhali કેસથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે એક ભાજપના કાર્યકર અને એક શિખ IPS ઓફિસર વચ્ચેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો Chief Minister Mamta Banerjeeએ પોસ્ટ કર્યો છે અને ભાજપ પર વાર કર્યો છે.
પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી કેસને લઈને રાજકીય વિવાદ વધી રહ્યો છે. દરમિયાન, એક વીડિયો બહાર આવ્યો છે જેમાં ભાજપના સમર્થકો અને નેતાઓ વિરોધ દરમિયાન એક શિખ આઈપીએસ અધિકારીને ખાલિસ્તાની કહી રહ્યા છે. બંગાળના સીએમ મમતા બેનર્જીએ તેનો વીડિયો શેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. મમતાએ જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં સામાજિક સમરસતા જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારાઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શિખ ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) ઓફિસર જસપ્રીત સિંહ વિરોધ કરી રહેલા ભાજપના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. તેથી જ તેમને ખાલિસ્તાની કહેવામાં આવે છે. પોલીસ અધિકારીઓ આનાથી ગુસ્સે થાય છે અને તરત જ વિરોધ કરે છે.
વીડિયોમાં IPS ઓફિસર જસપ્રીત સિંહને એમ કહેતા સાંભળી શકાય છે કે, મેં પાઘડી પહેરી છે, એટલા માટે તમે લોકો મને ખાલિસ્તાની કહો છો. જો કોઈ પોલીસકર્મી પાઘડી પહેરીને ડ્યૂટી કરે છે, તો તે ખાલિસ્તાની બને છે? આ તમારું ધોરણ છે?.
બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ પછી ભાજપ અને કોંગ્રેસ મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. સાથે જ સંદેશખાલીમાં વાતાવરણ તંગ છે. અહીં વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.