કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBI દ્વારા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ…

કોલકાતા: કોલકાતા ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ હવે આ કેસમાં બીજી ધરપકડ કરી છે. સીબીઆઈએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી છે. લાંબી પૂછપરછ કર્યા બાદ સીબીઆઈએ મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિના કેસમાં સંદીપ ઘોષની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Kolkata Rape Case : ડો. સંદીપ ઘોષની આ બાબતથી મૂંઝવણમાં મુકાઇ CBI, 15 દિવસથી સતત પૂછપરછ
હોસ્પિટલના પૂર્વ નાયબ અધિક્ષક ડૉ. અખ્તર અલીએ ફરિયાદ નોંધાવી છે કે ડૉ. સંદીપ ઘોષ જ્યારે આરજી કર મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ હતા ત્યારે અનેક નાણાકીય ગેરરીતિઓ આચરી હતી. અલીએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી કારણ કે એ અટકળો ફેલાઈ રહી હતી કે સંસ્થાના કથિત ભ્રષ્ટાચારનો સબંધ મહિલા ડૉક્ટરની હત્યા સાથે જોડાયેલ છે કે કેમ. આ મામલે પીડિતાને કોઇ જાણકારી હતી કે તેનાથી આ મામલાને ઉજાગર થવાનો ખતરો હતો.
કોલકાતાની કાંડમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવેલા પોલીગ્રાફ ટેસ્ટ બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ સંદીપ ઘોષનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સંદીપ ઘોષ પર આરોપ છે કે તેમણે વારંવાર આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટિંગ લીધી હતી. સંદીપ ઘોષ પર કેટલીક કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા અને નાણાકીય ગેરરીતિના આરોપો છે.
આ પણ વાંચો : કોલકાતા રેપ કેસમાં આરોપીઓનો CBIએ કર્યો પોલીગ્રાફ ટેસ્ટ: પૂર્વ પ્રિન્સિપાલની સામે CBIએ કર્યો નવો કેસ
આ કેસમાં સીબીઆઈએ અગાઉ પણ ઘોષની કડક પૂછપરછ કરી હતી. બીજી તરફ પીડિતાની ઓળખ જાહેર થતાં સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રિન્સિપાલને ફટકાર લગાવી હતી. આ ઘટના બાદ જ્યારે સંદીપ ઘોષે રાજીનામું આપ્યું ત્યારે સરકારે તેમને નવી મેડિકલ કોલેજમાં પોસ્ટ કરી દીધા. કલકત્તા હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે બાદમાં સંદીપ ઘોષ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.