નેશનલ

‘સંચાર સાથી’ એપ ડિલીટ કરી શકાશે કે નહીં? વિવાદ બાદ કેન્દ્રીય પ્રધાને કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: તાજેતરમાં ભારત સરકારે દેશમાં વેચતા તમામ સ્માર્ટફોન્સમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા તમામ ફોન મેન્યુફેક્ચરર્સને નિર્દેશ આપ્યા હતાં. એવા પણ અહેવાલ હતા કે આ એપ કોઈ પણ સંજોગોમાં ડિલીટ નહીં કરી શકાય, જેને કારણે વિવાદ સર્જાયો હતો. ટેકનોલોજી અને કાયદાના જાણકારીએ આ નિર્દેશોને નાગરિકોની પ્રાઈવસી સાથે છેડછાડ ગણાવી હતી. એવામાંમાં સંચાર પ્રધાને જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરવી પડી છે.

ભારત સરકારના સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે જો મોબાઇલ ફોન યુઝર્સ આ એપનો ઉપયોગ કરવા ઇચ્છતા ન હોય, તો તેઓ આ એપ ડિલીટ કરી શકે છે.

આપણ વાચો: સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?

સિંધિયાની સ્પષ્ટતા:

X પર પોસ્ટ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું, “દેશના દરેક નાગરિકોની ડિજિટલ સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ‘સંચાર સાથી’ એપનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિની પ્રાઈવસી જાળવવા અને ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષિત રાખવાનો છે.”

સિંધિયાએ જણાવ્યું કે આ એક સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને લોકશાહી સિસ્ટમ છે, યુઝર ઇચ્છે તો એપને એક્ટીવેટ કરી શકે છે અને તેનો લાભ લઇ શકે છે, જો યુઝર ઈચ્છે તો તેને ડિલીટ પણ કરી શકાય છે.

કોંગ્રેસે લગાવ્યા આરોપ:

કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશો બાદ કોંગ્રેસે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે આ પગલું ગેરબંધારણીયથી વધુ છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંચાર સાથીને “સ્નૂપિંગ એપ” ગણાવી હતી.

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે રશિયા અને ઉત્તર કોરિયામાં આવું થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ સંચાર સાથી એપ ફજીયાત કરવા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

વિપક્ષની ટીકાનો જવાબ આપતા સિંધિયાએ કહ્યું કે વિપક્ષ સતત કોઈ મુદ્દો શોધતું રહે છે, જુઠ્ઠાણા સામે સ્પષ્ટતા કરવાની જવાબદારી સરકારની છે.

નોંધનીય છે એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલની ઘણી પ્રી-ઇન્સ્ટોલ આવે છે, જેને ડિલીટ કરી શકાત નથી, જોકે, તેને ડિસેબલ કરી શકાય છે. જોકે, આઇફોનમાં પણ આવી કેટલીક એપ પ્રી-ઇન્સ્ટોલ હોય છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button