નેશનલ

સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી આવતી એર ઇન્ડિયા ફ્લાઇટને મંગોલિયા ડાયવર્ટ કરાઈ, જાણો શું છે કારણ…

નવી દિલ્હીઃ સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને દિલ્હી જતા એર ઇન્ડિયાના એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI174 એ ટેકનિકલ સમસ્યાને કારણે મંગોલિયાના ઉલાનબાતરમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાથી રાહતનો શ્વાસ લેવાયો છે.

ફ્લાઇટ ક્રૂને માર્ગમાં ટેકનિકલ સમસ્યાની શંકા ગઈ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, એર ઈન્ડિયાએ આ અંગે એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, 2 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને દિલ્હી જતી AI174 ફ્લાઇટને ઉલાનબાતર, મંગોલિયા ખાતે સાવચેતીપૂર્વક ઉતરાણ કરાવ્યું હતું. કારણ કે ફ્લાઇટ ક્રૂને માર્ગમાં ટેકનિકલ સમસ્યાની શંકા હતી. વિમાન ઉલાનબાતર ખાતે સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અત્યારે આ વિમાનને ટેકનિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે

વધુમાં એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમે બધા મુસાફરોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છીએ, જ્યારે અમે દરેકને વહેલી તકે ગંતવ્ય સ્થાને પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અણધારી પરિસ્થિતિને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે. એર ઇન્ડિયામાં, મુસાફરો અને ક્રૂની સલામતી ટોચની પ્રાથમિકતા રહે છે’.

એર ઇન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામીઓ વધી!

અત્રે એ વાત નોંધનીય છે કે, અત્યારે એર ઇન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામીઓ આવવાનું સતત વધી રહ્યું છે. સૌથી મોટી દુર્ઘટના તો અમદાવાદ પ્લેન ક્રેશ છે. આ દુર્ઘટનામાં પણ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જીવતા ભડથું થયાં હતાં. જો કે, એક વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ પણ થયો હતો.

આપણ વાંચો:  મધ્ય પ્રદેશના બેતુલ-ઈટારસી નેશનલ હાઈવે મુદ્દે નીતિન ગડકરીએ અધિકારીઓને ઝાટક્યા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button