નેશનલ

સંબિત પાત્રાએ માફી માંગી કહ્યું “શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલથી મારો અંતરાત્મા ખૂબજ દુખી – ભૂલ સુધારવા આગામી 3 દિવસ ઉપવાસ કરીશ

નવી દિલ્હી : ચૂંટણીના પ્રચારમાં ભલભલા ચતુર નેતાઓ પણ ઉત્સાહમાં આવીને મનફાવે તેવા નિવેદનો આપતા હોય છે. પછી જ્યારે તેના પર વિવાદ સર્જાય અને ભૂલનો અહેસાસ થાય એટલે માફી માંગતા હોય છે. પૂરી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના (Sambit Patra) નિવેદનથી વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ તેમણે મોડી રાત્રે માફી માંગી હતી,

શું હતો બનાવ ?

દેશમાં પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના નેતા સંબિત પાત્રાનું એક નિવેદન હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથને લઈને અપાયેલ નિવેદન પર વિવાદ સર્જાયો હતો. જેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તેઓ એવું કહેતા સંભળાય રહ્યા છેકે “ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.”

માફી માંગતો વિડીયો શેર કર્યો :

આ બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સંબિત પાત્રાના નિવેદન પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે. આનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે.’

વિવાદ બાદ સંબિત પાત્રાએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિડીઓ શેર કર્યો હતો. તેમાં લખ્યું હતું કે ‘મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે. હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ.

વિડિયોમાં તેમણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુરીમાં કરવામાં આવેલ રોડ શો બાદ મે ઘણા ન્યૂઝ મીડિયાને નિવેદનો આપ્યા હતા. આ દરમિયાન મે એક જગ્યાએ ‘નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથના ભક્ત છે.’ તેવું કહેવા જતાં ભૂલથી તેનાથી ઊલટું બોલાય ગયું હતું. હું ભૂલથી બોલ્યો હતો કે ‘ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો