લદ્દાખમાં હિંસા ભડકાવવા પાછળ કોંગ્રેસનો હાથ! સંબિત પાત્રા એ લગાવ્યા આવા આરોપ | મુંબઈ સમાચાર
નેશનલ

લદ્દાખમાં હિંસા ભડકાવવા પાછળ કોંગ્રેસનો હાથ! સંબિત પાત્રા એ લગાવ્યા આવા આરોપ

નવી દિલ્હી: લદાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથેનું આદોલન ગઈ કાલે બુધવારે હિંસક બન્યું હતું. હિંસક પ્રદર્શનો દરમિયાન લેહમાં ભાજપ મુખ્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પથ્થરમારો થયો હતો, પોલીસની વળતી કાર્યવાહીમાં 4 લોકોના મોત થયા છે. એવામાં ભારતીય જનતા પાર્ટીએ આ હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપે આરોપ લગાવ્યો કે લદ્દાખમાં બાંગ્લાદેશ, નેપાળ અને ફિલિપાઇન્સ જેવી સ્થિતિ સર્જવા માટે કોંગ્રેસ “નાપાક યોજના” બનાવી રહી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો કે કોંગ્રેસના કાઉન્સિલર સ્ટેનઝિન ત્સેપાંગે લદ્દાખમાં હિંસા ઉશ્કેરી હતી.

સંબિત પાત્રાએ કહ્યું, “આજે એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લદાખમમાં વિરોધ પ્રદર્શનોને ‘જેન ઝી’ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ જેન ઝી વિરોધ પ્રદર્શન નહોતું પરંતુ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું વિરોધ પ્રદર્શન હતું.”

કોંગ્રેસ કાઉન્સિલર પર આરોપ:

સ્ટેનઝિન ત્સેપાંગ અપર લેહ વોર્ડના કાઉન્સિલર છે. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે હિંસા ઉશ્કેરવા પાછળ તેમની મુખ્ય ભૂમિકા હતી. તેઓ કાર્યકર્તાઓ સાથે હિંસા કરી રહ્યા હોય એવા ઘણાં ફોટા જાહેર થયા છે.

સંબિત પાત્રાએ કહ્યું કે સ્ટેનઝિન ત્સેપાંગના હાથમાં હથિયાર સાથે ભાજપ કાર્યાલય તરફ વધી રહ્યા હોય એવો ફોટો પણ છે, તેઓ ભીડને ઉશ્કેરી રહ્યા છે અને ભાજપ કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. કાઉન્સિલર સ્ટેનઝિન ત્સેપાંગ રાહુલ ગાંધી હોય એવા ફોટો પણ છે.

આ પણ વાંચો…લદ્દાખમાં ઊભી થયેલી અરાજકતાનો સોનમ વાંગચુકની પાકિસ્તાન મુલાકાત સાથે શું સંબંધ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button