Sambhal હિંસા કેસમાં જામા મસ્જિદના વડા ઝફર અલીની અટકાયત,, જેલમાં મોકલવાની શક્યતા

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલની(Sambhal) જામા મસ્જિદ હિંસાના કેસમાં પોલીસ એક્શનમાં આવી છે. જેમાં આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ સંભલની જામા મસ્જિદ સમિતિના વડા એડવોકેટ ઝફર અલીની કોતવાલી પોલીસે અટકાયત કરી છે.
ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ થયેલી હિંસા અંગે પોલીસ અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યા છે. આ મામલે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. પોલીસ ઝફર અલીને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે.
આપણ વાંચો: હાઈ કોર્ટના આદેશ પછી સંભલમાં જામા મસ્જિદને રંગવાનું કામ શરૂ
ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી
24 નવેમ્બરના રોજ થયેલી હિંસામાં ચાર લોકો માર્યા ગયા હતા. જ્યાં એસઆઈટી શાહી જામા મસ્જિદના પ્રમુખ ઝફર અલી અને તેમના ભાઈ એડવોકેટ મોહમ્મદ તાહિરની પૂછપરછ કરી રહી છે, તેમણે દાવો કર્યો છે કે તેમની ધરપકડ કરવામાં આવશે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, પોલીસ સ્ટેશનમાં PAC અને RRF સહિત વિશાળ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ પછી ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: સંભલમાં તંત્રનાં બંદોબસ્તથી “કાંકરી ન ખરી!” હોળી અને જુમ્માની ઉલ્લાસપૂર્વક ઉજવણી
ઝફર અલીને જેલ મોકલવાની તૈયારી
ઝફર અલીના ભાઈના જણાવ્યા મુજબ પોલીસ ઝફર અલીને જેલ મોકલવાની તૈયારી કરી રહી છે. કારણ કે કાલે ઝફર અલીને પોતાનું નિવેદન નોંધવા માટે ન્યાયિક તપાસ પંચમાં જવાનું છે. તેથી પોલીસ ઇચ્છતી નથી કે ઝફર અલી નિવેદન આપવા જાય
2750 લોકોને આરોપી બનાવવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, સંભલ હિંસાને લઈને ન્યાયિક પંચની ટીમ 2 દિવસ માટે સંભલ આવી હતી, પહેલા દિવસે 29 અને બીજા દિવસે લગભગ 15 નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં સંભલ ડીએમ અને એસડીએમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.
આ સાથે એડીએમનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે 124 આરોપીઓ સામે કુલ 1200 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. આ હિંસા કેસમાં પોલીસે 12 એફઆઈઆઆર નોંધી હતી, જેમાં 2750 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.