સામ પિત્રોડાએ કહ્યું કે લોકોએ નક્કી કરવું જોઈએ કે તેઓ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે કે….

નવી દિલ્હી: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને મોટી ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારતની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે કે તેઓ એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવા માંગે છે જે સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક હોય, જેમાં વિવિધતા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.
સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે મને આશા છે કે ભારતના લોકો દેશના ભવિષ્ય માટે પોતાની રીતે જવાબ આપશે. આ ઉપરાંત તેમણએ જણાવ્યું હતું કે ભારતમાં ધર્મને વધુ મહત્વ આપવામાં આવે છે, જો કે તે તેમનો વ્યક્તિગત વિષય છે. આ બાબતને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવવો જોઈએ.
2024ની ચૂંટણી ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. હું આશા રાખું છું કે ભારતના લોકો વિચારશે કે 2024ની ચૂંટણી ભારતના ભવિષ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે. લોકોએ જાતે જ વિચારવાનું છે કે તેઓ કેવા પ્રકારનું રાષ્ટ્ર બનાવવા માંગે છે? શું તેઓ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે અથવા તેઓ એવા રાષ્ટ્રનું નિર્માણ કરવા માંગે છે જે ખરેખર બિનસાંપ્રદાયિક અને ગ્રામીણ હોય, જેમાં વિવિધતા અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય.
વિદેશમાં રાહુલ ગાંધી પર વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેના જવાબમાં સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે અમે વિદેશ જઈએ છીએ ત્યારે અમે ભારતની ટીકા કરતા નથી પરંતુ અમે ભારત સરકારની ટીકા કરીએ છીએ, આ બે અલગ વસ્તુઓ છે. ભારત સરકારની ટીકાને ભારતની ટીકા સાથે ભેળસેળ ન કરવી જોઈએ. ભારત આમારા માટે ઘણું મહત્વપૂર્ણ છે. ભારત કોઈ નાનો દેશ નથી. ભારત વિશ્વનું ભાગ્ય નક્કી કરી શકે છે. આ પૃથ્વી પર ભારત એક ખૂબ જ વસ્તી ધરાવતો દેશ છે
સામ પિત્રોડાએ ખાસ એ બાબત જણાવી હતી કે મને કોઈ ધર્મથી વાંધો નથી, પરંતુ જ્યારે ધર્મ જેવા અંગત વિષયને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવે છે ત્યારે મને સમસ્યા થાય છે. રામ મંદિરના અભિષેકમાં પીએમ નરેન્દ્ર મોદીની ભાગીદારી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે ક્યારેક મંદિરની મુલાકાત લેવી ઠીક છે, પરંતુ તમે તેને મુખ્ય મંચ ન બનાવી શકો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે કે બેરોજગારી વાસ્તવિક મુદ્દો છે?
મને ચિંતા થાય છે કારણ કે ધર્મને વધુ પડતું મહત્વ આપવામાં આવી રહ્યું છે. હું જોઉં છું કે લોકશાહી નબળી પડી રહી છે. ધર્મ મારા માટે વ્યક્તિગત બાબત છે. તેને રાષ્ટ્રીય એજન્ડા સાથે મિક્સ ના કરવી જોઇએ.