
AI Pandemic warning: આજના સમયમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો ChatGPT, Grok, Gemini જેવા ચેટબોક્સમાં પોતાની પ્રોફેશનલ તથા પર્સનલ લાઈફના સવાલો પૂછીને માહિતી મેળવી રહ્યા છે.
જોકે, આવા AI ચેટબોક્સ કોરોના જેવી મહામારી લાવી શકે છે. આવી ચેતવણી ખુદ OpenAIના CEO તથા ChatGPTના નિર્માતા સેમ ઓલ્ટમેને આપી છે.

સેમ ઓલ્ટમેનની ચેતવણી પાછળનું કારણ
તાજેતરમાં સેમ ઓલ્ટમેને એક શોમાં ભાગ લીધો હતો. જેમાં ઈન્ટરવ્યુ દરમિયાન સેમ ઓલ્ટમેનને સવાલ પૂછવામાં આવ્યો હતો કો, AIમાં એવી કંઈ કમી છે, જેને લઈને તમે ચિંતિત છો?
સેમ ઓલ્ટમેને જવાબમાં જણાવ્યું હતું કે, “AI ચેટબોક્સથી કોરોના જેવી મહામારી તૈયાર કરી શકાય છે. જેની મને ચિંતા છે. જેમ આ અંગે ચિંતા થઈ રહી છે, તેમ તેના જોખમોને અટકાવવા વિશે પણ વિચાર કરવો જોઈએ.”
AI ટૂલ્સની મદદથી જેનેટિક એન્જિનીયરિંગ પ્રોસેસની નકલ કરીને અથવા નવું પ્રોટીન સ્ટ્રક્ચર બનાવીને બાયોલોજિકલ રિસર્જને વેગવાન કરી શકાય છે.
તેનાથી નવી દવા બનાવવામાં અને મેડિકલ ક્ષેત્રે નવી શોધો થઈ શકે છે. પરંતુ જો તેનો દૂરઉપયોગ પણ થઈ શકે છે. સેમ ઓલ્ટમેન સિવાય અગાઉ પણ ઘણા નિષ્ણાતો AI ચેટબોક્સ અંગે ચેતવણી આપી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સેમ ઓલ્ટમેને ChatGPT ના વપરાશકર્તાઓને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મર્યાદાઓ છે અને તેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.
ઘણા વપરાશકર્તાઓ આ AI ટૂલ પર સંપૂર્ણ ભરોસો મૂકી રહ્યા છે, જે જોખમી હોઈ શકે છે. AI લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, તેથી વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેના પર સંપૂર્ણ આધાર ન રાખે.
આ પણ વાંચો…સેમ ઓલ્ટમેનના પાછા ફરતા જ OpenAIમાં ધમાધમી! ChatGPT બાદ નવા પ્રોજેક્ટની જાહેરાત