
22મી એપ્રિલનો દિવસ તમામ ભારતીયો માટે કાળો દિવસ હતો, કારણ કે આ જ એ દિવસ હતો કે જ્યારે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો ભોગ લેવાયો હતો. આ હુમલાને પગલે ભારતીયોમાં પાકિસ્તાન સામેનો ગુસ્સો વધી રહ્યો છે, ત્યારે આ બધા વચ્ચે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આવો જોઈએ શું છે સલમાનનો આ મહત્ત્વનો નિર્ણય.
વાત જાણે એમ છે કે હાલમાં યુકે ખાતે સલમાન ખાનનો શો ધ બોલીવૂડ બિગ વન નામની એક ટૂર થવાની હતી. પરંતુ હવે આ ટૂરને પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ચોથી મેથીના આ શો મેનચેસ્ટરમાં અને લંડનમાં પાંચમી મેના થવાનો હતો. પરંતુ હવે ઓર્ગેનાઈઝરે એક સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે સલમાન ખાનની આ ટૂરને રી-શેડ્યુલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પહેલગામ હુમલો: આતંકવાદીઓ એન્ક્રિપ્ટેડ એપ વડે તેમના આકાના સંપર્કમાં હતાં
આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમને યુકેમાં થનારા અપકમિંગ શોને લઈને એક મહત્ત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ. આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ધ્યાથી વિચાર કરતાં ભારત-પાકિસ્તાનના હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લીને આ ટૂરને રિશિડ્યુલ કરવામાં આવી છે.
જોકે, હજી સુધી સલમાન ખાનનો આ શો ક્યારે રિ-શિડ્યુલ કરવામાં આવ્યો છે એની આગામી તારીખો વિશે માહિતી આપવામાં આવી નથી. આ શોમાં સલમાન ખાન સાથે સાથે ટાઈગર શ્રોફ, માધુરી દિક્ષીત, સારા અલી ખાન અને સુનિલ ગ્રોવર પણ પરફોર્મ કરવાના છે.
આ પણ વાંચો: OMG, પહેલગામ આંતકવાદી હુમલા બાદ પહેલગામ ફરવા પહોંચ્યો આ અભિનેતા…
સલમાન ખાને પહેલગામ આંતકવાદી હુમલા અંગે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. વાત કરીએ વર્ક ફ્રન્ટની તો હાલમાં જ ઈદ પર સલમાન ખાનની ફિલ્મ સિકંદર રીલિઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ખાસ કંઈ સારું પ્રદર્શન નથી કર્યું. આ ફિલ્મમાં તેની સાથે સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદાના પણ જોવા મળી હતી.