રામ મંદિર બાદ POK પરત મેળવવા માટે અયોધ્યામાં સંતો કરશે 1008 હેમંત મહાયજ્ઞ….
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી પીએમ નરેન્દ્ર મોદીના 11 દિવસના અનુષ્ઠાન શરૂ કર્યા છે જેનો આજે બીજો દિવસ છે. 12 જાન્યુઆરીના રોજથી આ અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અનુષ્ઠાન અંગે પીએમ મોદીએ ઓડિયો મેસેજ પણ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારી લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકતો નથી. નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ નાસિકના પંચવટી ધામથી અનુષ્ઠાનની શરૂઆત કરી હતી.
ત્યારે અયોધ્યામાં મંદિરના ઉદ્ધઘાટન બાદ POK (પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર) મેળવવા માટે સંત 1008 હેમંત મહાયજ્ઞ કરવા વિશે તુલસીપીઠના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રભુ રામના આગમન બાદ હવે સંતોની આગામી ઈચ્છા POK ભારતમાં બળી જાય તેવી છે અને POK પરત મેળવવા માટે 1008 હેમંત મહાયજ્ઞ કરવામાં આવશે.
આચાર્ય રામચંદ્ર દાસે જણાવ્યું હતું કે POKને ભારતમાં સામેલ કરવાના આહ્વાન સાથે અયોધ્યામાં એક મોટો મહાયજ્ઞ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. આઠ દિવસ સુધી 1008 કુંડીય મહાયજ્ઞ કરીને હનુમાનજીનું આહ્વાન કરવામાં આવશે. જગદગુરુ રામાનંદચાર્ય સ્વામી રામભદ્રાચાર્યની 75મી જન્મજયંતિ નિમિત્તે 14મીથી 22મી જાન્યુઆરી સુધી ચાલનારા યજ્ઞમાં હનુમાનજીને સવા લાખ કરોડ વખત આહુતિ અર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત જગદગુરુ રામાનંદચાર્ય સ્વામી રામભદ્રાચાર્યએ જણાવ્યું હતું કે આ યજ્ઞમાંથી એક જ ઈચ્છા છે કે POK ભારતને સોંપવામાં આવે. રામચરિત માનસ અને સનાતન ધર્મ પર ટિપ્પણી કરનારાઓ મૂર્ખ છે. અને મૂર્ખ સાથે વધારે ચર્ચા ન કરવી જોઈએ. રામ મંદિરના ઉદ્ઘાટનથી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ ઊંચો થશે. 22મી જાન્યુઆરી ઈતિહાસનો એ સોનેરી દિવસ હશે, જે દિવસે રામલલ્લા તેમના નવા મંદિરમાં બિરાજમાન થશે. અને આ એક ઐતિહાસિક અવસર બની રહેશે.