નેશનલસ્પોર્ટસ

‘ઑલિમ્પિક કે લિયે લાયક તો બનો’…આવું સાઇના નેહવાલે કોને કેમ સંભળાવી દીધું?

હૈદરાબાદ: થોડો સમય થાય એટલે સોશિયલ મીડિયામાં બૅડમિન્ટન-સ્ટાર સાઇના નેહવાલે કેટલાક સ્પોર્ટ્સપ્રેમીઓ સાથે પંગો લેવો પડે છે. સાઇનાએ તાજેતરમાં મીડિયામાં વિનેશ ફોગાટ વિશે ટિપ્પણી કરીને વિવાદ વહોરી લેવો પડ્યો હતો ત્યાં હવે ખુદ સાઇનાના ઑલિમ્પિક મેડલ પર સામાસામી થઈ જેમાં સાઇનાનો પતિ પારુપલ્લી કશ્યપ પણ પિક્ચરમાં આવ્યો હતો.

આ પણ વાંચો : કોંગ્રેસના નેતાની મહિલા વિરોધી ટિપ્પણી પર ભડકી સાઈના નેહવાલ, કહ્યું કે…

બન્યું એવું કે એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂ દરમ્યાન સાઇનાના ઐતિહાસિક ઑલિમ્પિક મેડલ વિશે ચર્ચા થઈ રહી હતી જેમાં કશ્યપે કહ્યું કે ‘2012ની ઑલિમ્પિક્સમાં સાઇના જે બ્રૉન્ઝ મેડલ જીતી હતી એ તેને ગિફ્ટમાં મળ્યો હતો એવું સોશિયલ મીડિયામાં ઘણાએ વારંવાર કહ્યું છે.’ પતિ કશ્યપે આ મુદ્દો કાઢ્યો એટલે સાઇના તરત જ તેના સપોર્ટમાં (પોતાના ટીકાકારોને સંભળાવતા) બોલી, ‘ઑલિમ્પિક લેવલ કે લાયક તો બનો આપ. પહેલે ઑલિમ્પિક્સ કે લિયે ક્વૉલિફાય તો કરકે દિખાઓ.’
2012ની લંડન ઑલિમ્પિક્સમાં સાઇનાની બ્રૉન્ઝ મેડલ માટેની મૅચ દરમ્યાન હરીફ ખેલાડી ચીનની વૉન્ગ શિન ઘૂંટણની ઈજાને કારણે મૅચમાંથી નીકળી ગઈ હતી અને સાઇનાને બ્રૉન્ઝ આસાનીથી મળી ગયો હતો.

એ ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં વારંવાર એવી ટિપ્પણી થઈ છે કે સાઇનાને તો એ મેડલ બક્ષિસ મળ્યો હતો.
દરમ્યાન, તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટ પોતાના 100 ગ્રામ વધુ વજનને કારણે ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય થઈ ત્યારે સાઇના નેહવાલે મીડિયામાં કમેન્ટ કરી હતી કે ‘સામાન્ય રીતે આટલા ઊંચા સ્તરે ઍથ્લીટોથી આવી ભૂલ નથી થતી હોતી. આવું કેમ બન્યું એ જ નથી સમજાતું. તેની પાસે મોટી ટીમ હતી જેમાં કેટલા બધા કોચ, ફિઝિયો, ટ્રેઇનર હતા. તે (વિનેશ ફોગાટ) કંઈ પહેલી વાર ઑલિમ્પિક્સમાં ભાગ નહોતી લઈ રહી. આ તેની ત્રીજી ઑલિમ્પિક ગેમ્સ હતી. ઍથ્લીટની જાણમાં બધા નિયમો હોવા જ જોઈએ. વધુ પડતા વજનને કારણે કોઈ કુસ્તીબાજને ડિસ્ક્વૉલિફાય કરવાનો નિર્ણય લેવાયો હોય એવું અગાઉ મેં તો ક્યારેય સાંભળ્યું જ નહોતું. આ કિસ્સામાં વિનેશની પણ થોડી ભૂલ કહેવાય.’
સાઇનાએ વિનેશ વિશે જ્યારે મીડિયામાં આ ટિપ્પણીઓ કરી હતી ત્યારે તે ટ્રૉલ થઈ હતી.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે