ભારતીય કસ્ટમ અધિકારીઓ જહાજો પર લૂંટ ચલાવે છે; ખલાસીનો વિડીયો વાયરલ થતા ખળભળાટ | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતીય કસ્ટમ અધિકારીઓ જહાજો પર લૂંટ ચલાવે છે; ખલાસીનો વિડીયો વાયરલ થતા ખળભળાટ

નવી દિલ્હી: સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને લાંચ રુશ્વત વર્ષોથી ભારતની સૌથી મોટી સમસ્યા રહી છે, એવામાં કાર્ગો શીપ પર કામ કરતા એક ભારતીય ખલાસીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે ભારતીય કસ્ટમ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

વિડીયોમાં ખલાસીએ ભારતને આફ્રિકન દેશો કરતા વધુ ગરીબ દેશ ગણાવ્યો. આ વિડીયો પર અલગ અલગ પ્રકારના રીએક્શન આપવામાં આવી રહ્યા છે. ખલાસીએ આરોપ લગાવ્યો કે આંતરરાષ્ટ્રીય રૂટ પર ચાલતા જહાજો પાસેથી ભારતના સરકારી બંદરો પર કસ્ટમ વિભાગના અધિકારીઓ ખંડણી વસુલે છે. જેને કારણે ભારતની છબી ખરડાઈ રહી છે.

આ વિડીયો વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે, ઘણાં ખલાસીઓએ આ વિડીયો રી-શેર કરીને ભારતના કસ્ટમ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે. અધિકારીઓ પર જહાજ પરની માલ ‘ચોરી’ કરવાના આરોપ લાગવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: મુંદરા કસ્ટમમાં દિલ્હીની કેન્દ્રીય એજન્સીની ટીમના ધામા: ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ

પેસિફિક સમુદ્ર મારફતે ચીલીથી બ્રાઝિલ જઈ રહેલા જહાજ પર શૂટ થયેલા વિડીયોમાં ખલાસી કહી રહ્યો છે કે, “હું ભારતના એક પોર્ટની વાત નથી કરી રહ્યો પણ ભારતના બધા જ પોર્ટની આ જ હાલત છે, અમે ઇન્ડિયન હોવા છતાં જહાજ લઈને ઇન્ડિયા નથી જવા ઈચ્છતા. અમે જેવા બંદર પર પહોંચીએ છીએ એવા જ ત્યાંના પોર્ટ અધિકારીઓ સફેદ યુનિફોર્મમાં ભિખારીની જેમ જહાજમાં ઘુસી આવે આવે છે. તેઓ અમારા પ્રોવિઝન સ્ટોરપર તૂટી પડે છે.”

ખાલસીએ કહ્યું, “અધિકારીઓ ફ્રોઝન ચિકન, કોફી, ટીબેગ, બિસ્કિટ જે પણ મળે બધું બેગ ભરી ભરીને લઇ જાય છે. અધિકારીઓ અમારા બોન્ડ સ્ટોરમાં જાય છે અને દારૂ, બીયર, સિગારેટ, કોલ્ડ ડ્રિંક્સ…જે મળે એ બધું બેગમાં ભરી ભરીને લઇ જાય છે. તેમને આ વસ્તુઓ દેવામાં અમને કોઈ વાંધો નથી, ઉપરથી સંપૂર્ણ છૂટ છે કે અધિકારીઓને જે જોઈએ એ આપી દો, કેમ કે શીપીંગ લાઈન કરોડોનો બિઝનેસ છે. અમે તેમને સમાન નહીં આપીએ તો તેઓ શીપમાં વાંધા કાઢશે અને શીપ ડીલે થશે, અમારું લાખોનું નુકશાન થશે.”

આ પણ વાંચો: કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટની લાંચ લેવા બદલ ધરપકડ…

સમસ્યા કે છે કે ભારતના બંદરો પર માત્ર ભારતના જ નહીં પણ દુનિયાભરના જહાજો આવે છે. જયારે વિદેશના જહાજો આવતા હશે ત્યારે પણ અધિકારીઓ આવું જ કામ કરતા હશે. દુનિયામાં આપણા દેશ વિષે કેવો મેસેજ જતો હશે. હું દુનિયાના ઘણા દેશોમાં ફર્યો છું. ભારતના બંદરો પર જે વર્કર્સ કામ કરવા આવે છે એ વારંવાર કોલ્ડ્રીંક અને બ્રેડ માંગે છે, અમે જ્યારે યુરોપિયન અને અમેરિકન દેશોમાં જઈએ છીએ ત્યારે ત્યાંના વર્કર્સ અમને કોલ્ડ્રીંક ઓફર કરે છે. હવે તમે જ કહો હું ભારત વિષે શું કહું, છતાં કોઈની ભાવનાને ઠેશ પહોંચી હોય તો માફી માંગું છું.”

https://twitter.com/ggganeshh/status/1965367249352753460

ખાલસીનો વિડીયો વાયરલ થયા બાદ ઘણા જહાજોના કેપ્ટન પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે અને કસ્ટમ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button