કોણ છે પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ ખાલિદ? જાણો A to Z માહિતી…

પહેલગામ: પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં આવેલા લશ્કર-એ-તૈયબાના એક સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. નોંધનીય છે કે, 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A દૂર કરવામાં આવી હતી. આ પછી, ISI એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને સાથે રાખી TRF એટલે કે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ ની રચના કરી હતી. પાકિસ્તાની આ આતંકવાદી સંગઠનને મદદ કરે છે અને ફંડ પણ આપે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર અને ટીઆરએફની આતંકવાદી પ્રવૃત્તિઓમાં આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદનું મગજ ચાલે છે, આ હુમલાઓનો માસ્ટરમાઇન્ડ તે પોતે હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આતંકવાદી સૈફુલ્લા ખાલિદ છાવરી રહ્યું છે પાકિસ્તાન
લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લા ખાલિદને સૈફુલ્લાહ કસૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈદનો ખૂબ નજીકનો સાથે હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતમાં થયેલા અનેક મોટા આતંકવાદી હુમલાઓમાં સૈફુલ્લા ખાલિદનું નામ સામે આવ્યું છે. આ આતંકવાદીને લક્ઝરી કારમાં ફરવાનો શોક છે. તેની સુરક્ષા માટે લશ્કરના આતંકવાદીઓ હંમેશા આધુનિક શસ્ત્રો જોવા મળતા હોય છે. આતંકવાદી સૈફુલ્લા ખાલિદ પાકિસ્તાની સેનાને ભારત વિરૂદ્ધમાં ઉશ્કેરે, જેથી તે પાકિસ્તાની અધિકારીઓનો ખાસ માનયા છે.
પાકિસ્તાનમાં સૈફુલ્લા ખાલિદનું ભારત વિરોધી નિવેદન
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સૈફુલ્લા ખાલિદે પાકિસ્તાનમાં એક નિવેદન આપતા કહ્યું હતું કે, ‘હું વચન આપું છે કે આજે 2જી ફેબ્રુઆરી છે, આપણે 2જી ફેબ્રુઆરી 2026 સુધીમાં કાશ્મીર પર કબ્જો મેળવી લઈશું. અમારા મુજાહિદ્દીન આગામી દિવસોમાં હુમલાઓ વધુ તેજ કરી દેવાના છે. આશા છે કે 2 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કાશ્મીર સ્વતંત્ર થઈ જશે’. પહેલગામ આતંકી હુમલાના બે મહિના પહેલા સૈફુલ્લાહ ખાલિદ પાકિસ્તાનના પંજાબના કંગનપુર પહોંચ્યો હતો, જ્યાં પાકિસ્તાની સેનાની એક મોટી બટાલિયન તૈનાત છે. પાકિસ્તાન આર્મીના કર્નલ ઝાહિદ ઝરીન ખટ્ટકે તેમને ત્યાં જેહાદી ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું હતું. સૈફુલ્લા ખાલિદનું કામ આતંક ફેલાવવાનું અને પાક સેનાને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું છે.
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા આતંકી ટીમ બનાવી રહી છે
સૈફુલ્લા ખાલિદે જે સભામાં આ નિવેદન આપ્યું હતું જેસભા આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાએ સાથે મળીને બનાવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં હથિયારો સાથે આતંકવાદીઓ પણ જોવા મળ્યાં હતાં. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા આતંકી ટીમ બનાવી રહી છે, જેમાં અનેક પાકિસ્તાની યુવાનો સામેલ થઈ રહ્યાં છે. અહીં તેમને ટાર્ગેટ કિલિંગ માટે તાલીમ આપવામાં આવી હતી. અહીં પણ સૈફુલ્લાહએ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપીને ત્યાં હાજર છોકરાઓને ઉશ્કેર્યા હતા. જેથી પહેલગામ હુમલા માટે પણ અહીં જ પૂર્વાયોજન થયું હોવાનું આશંકા છે.
આપણ વાંચો: પહેલગામ આતંકી હુમલાના આતંકવાદીની પહેલી તસવીર, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન