નેશનલ

સૈફ અલી ખાનના પરિવારની કરોડોની મિલકત તેમના હાથમાંથી ગઈ

મુંબઈઃ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે સેફ અલી ખાન પટૌડી અને તેમના પરિવાર માટે પણ એક ટેન્શનની વાત બહાર આવી છે. પટૌડી પરિવારની કરોડોની કિંમતની ત્રણ મિલકતો હવે દુશ્મન સંપત્તિ જાહેર કરવામાં આવી છે. જેમાં ભોપાલ, સિહોર અને રાયસેનની મિલકતોનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, પાકિસ્તાનીઓ પાસે ભારતમાં કુલ ૧૨,૯૮૩ મિલકતો છે. આ બધા દુશ્મન સંપત્તિ હેઠળ આવે છે.

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની ત્રણ મિલકતો અંગે એક નવો ખુલાસો થયો છે. આ ત્રણેય મિલકતો દુશ્મન મિલકત હેઠળ આવે છે. આમાં ભોપાલ, સિહોર અને રાયસેનમાં કરોડોની કિંમતની મિલકતોનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી (CEPI) એ 8 મે, 2025 ના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે નવાબ હમીદુલ્લાહ ખાનની પુત્રીઓ આબિદા અને આફતાબ બેગમ પાકિસ્તાનના નાગરિક છે. તેથી, તેમની મિલકતોને દુશ્મન મિલકતો જાહેર કરવામાં આવી છે.

આ માહિતી સામાજિક કાર્યકર અમિતાભ અગ્નિહોત્રીની ફરિયાદ પર આપવામાં આવી હતી. CEPI ટીમ હવે એક સર્વે કરી રહી છે. હાઈકોર્ટમાં રજૂ કરાયેલા માલા શ્રીવાસ્તવના અહેવાલ મુજબ, ભોપાલ અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 550 એકર જમીન નવાબ પરિવારના નામે નોંધાયેલી હતી, જે વ્યક્તિગત મિલકત નહોતી.

દુશ્મન મિલકત એ લોકોની મિલકત છે જેઓ ભારતથી પાકિસ્તાન અથવા અન્ય દેશમાં સ્થળાંતર કરીને ચાલ્યા ગયા અને જેમની મિલકત ભારતમાં રહી ગઈ હતી. ભારત સરકારે આ મિલકતોને દુશ્મન મિલકતો તરીકે જાહેર કરી હતી અને તેમને CEPI ની દેખરેખ હેઠળ મૂકવામાં આવ્યા છે. શત્રુ સંપત્તિ અધિનિયમ, ૧૯૬૮ હેઠળ, મૂળ માલિક અથવા તેના વારસદારો દ્વારા શત્રુ સંપત્તિને ટ્રાન્સફર અથવા પાછી દાવો કરી શકાતો નથી.

આ પણ વાંચો….સૈફ અલી ખાનના હુમલાખોર મામલે પોલીસ ખાતાની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button