આ ત્રણ બેંકમાં હશે ખાતું તો એક પણ પૈસો નહીં ડૂબે, ખુદ RBIએ કહ્યું વિશ્વાસનું બીજું નામ છે…

આપણામાંથી મોટાભાગના લોકો પોતાના જીવનભરની મૂડીને સુરક્ષિત રાખવા માટે બેંકને સૌથી વધુ સુરક્ષિત માને છે. બેંકો પર લોકોનો વિશ્વાસ હોય છે કે જ્યારે તેમને જરૂર હશે ત્યારે બેંક તેમને તેમના જ પૈસા સવાયા કરીને પાછા આપશે. ઘણી વખત એવું થાય છે કે વિવિધ કારણોસર તમે જે બેંકમાં તમારા લોહી-પસીનાની મૂડી એકઠી કરી છે તે બેંકોમાં એફડી કરાવો છો એ બેંક ડૂબી જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે તમે જે બેંકમાં પૈસા જમા કરાવો છો એ સુરક્ષિત છે કે નહીં? આજે અમે તમને અહીં ત્રણ એવી બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમારું એકાઉન્ટ હશે તો ગેરેન્ટેડ પૈસા નહીં ડૂબે. ખુદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ત્રણ બેંક-
આરબીઆઈ દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ ડોમેસ્ટિક સિસ્ટમિકલી ઈમ્પોર્ટન્ટ બેંક (D-SIBs) 2022ના નામે એક યાદી બહાર પાડી છે. આનો અર્થ એવો થાય છે કે આ યાદીમાં રહેલી બેંક ડોમેસ્ટિક સિસ્ટમ માટે ખૂબ જ મહત્ત્વની છે.
આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં એક સરકારી અને બેં પ્રાઈવેટ બેંકોના નામ સામેલ છે.
આ પણ વાંચો : 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…

આરબીઆઈની યાદીમાં રહેલી આ ત્રણ બેંકોમાં એસબીઆઈ (SBI), એચડીએફસી (HDFC) અને આઈસીઆઈસીઆઈ (ICICI)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય બેંકોનો સમાવેશ આરબીઆઈની ડી-એસબીઆઈ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. વાત કરીએ આ D-SIB કેટેગરીની તો તેનો અર્થ ડોમેસ્ટિક સિસ્ટેમિકલી ઈમ્પોર્ટન્ટ એવો થાય છે. આ ત્રણેય બેંક એટલી હદે મહત્વની છે કે જેના પડી જવાથી દેશની અર્થવયવસ્થા ભાંગી પડશે અને આ જ કારણ છે કે સરકાર કે RBI આ બેંકને કયારેય ડૂબવા નથી દેતી.
આરબીઆઈ દ્વારા આ યાદી બહાર પાડવાની શરૂઆત આજથી દસ વર્ષ પહેલાં એટલે કે 2015થી કરવામાં આવી હતી. જો તમારું પણ બેંક એકાઉન્ટ આ બેંકમાં છે તો તમારા પૈસા, મૂડી એકદમ સુરક્ષિત છે અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે મુંબઈની ન્યુ ઇન્ડિયા કોપરેટીવ બેંક પર કેટલાક પ્રતિબંધો મૂક્યા છે અને આ પ્રતિબંધોને કારણે જે ખાતાધારકોના પૈસા આ બેંકમાં છે તેમના માટે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : 10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી એવી સ્પષ્ટતા, તમારા માટે છે ખૂબ જ કામની…