ટોપ ન્યૂઝનેશનલ

Train accident: સાબરમતી-આગ્રા સુપર ફાસ્ટ ટ્રેન માલ ગાડી સાથે અથડાઈ, ચાર કોચ પાટા પરથી ઉતાર્યા

અજમેર: ગત મોડી રાત્રે રાજસ્થાનના અજમેર પાસે આવેલા મદાર સ્ટેશન પાસે ગંભીર રેલ અકસ્માત સર્જાયો હતો. સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ ટ્રેન (Sabarmati- Agra Cantt Superfast Express )ના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, અહેવાલો મુજબ આ અકસ્માત રાત્રે 1 વાગ્યે થયો હતો. જોકે જાનહાનીના કોઈ અહેવાલ નથી, કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે.

મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે એક ટ્રેક પર બે ટ્રેન આવી હતી. જેના કારણે એન્જિન સહિત સાબરમતી આગ્રા સુપર ફાસ્ટ ટ્રેનના ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાટા પરથી ઉતરેલા કોચ અને એન્જિનને પાટા પર લાવવા બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

વરિષ્ઠ રેલ્વે અધિકારીના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનેલી આગ્રા ફોર્ટ સાબરમતી સુપર ફાસ્ટ ટ્રેન ગઈકાલે સાંજે 5:00 વાગ્યે નિર્ધારિત સમયે રવાના થઇ હતી. રાત્રે લગભગ 1:00 વાગ્યે, આ પેસેન્જર ટ્રેન મદાર રેલવે સ્ટેશનથી થોડા અંતરે ટ્રેક બદલતી વખતે માલગાડી સાથે અથડાઈ હતી. જો કે અકસ્માત થવા પાછળના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. અકસ્માતને કારણે પાટા તેમની જગ્યાએથી ખસી ગયા છે.

https://twitter.com/OyeeSumit/status/1769558045770776782

રેલ્વે અધિકારીઓએ મુસાફરો માટે અજમેર રેલ્વે સ્ટેશન અને મદાર રેલ્વે સ્ટેશન પર ભોજન અને તબીબી વ્યવસ્થા કરી હતી અને રૂટ સામાન્ય થયા પછી, તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે. સાબરમતી આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના બાદ રેલવે પ્રશાસને હેલ્પ ડેસ્ક નંબર 0145-2429642 હજેર કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button