Sabarimala માં શ્રદ્ધાળુઓને મળશે વધુ સુવિધા, 18 પગથિયા ચઢતા જ થશે દર્શન…

નવી દિલ્હી : કેરળના સબરીમાલા(Sabarimala)મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે જવાનો માર્ગ બદલાયો છે. સબરીમાલા ભક્તો લાંબા સમયથી રૂટ બદલવાની માંગ કરી રહ્યા હતા. હવે, ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)એ સબરીમાલા ખાતે દર્શન માર્ગ બદલવાનો નિર્ણય લીધો છે. જેનાથી ભક્તો સન્નિધાનમ ખાતે 18 પવિત્ર પગથિયા ચઢતાની સાથે સીધા દર્શન કરી શકશે. ટીડીબીના ચેરમેન પી એસ પ્રશાંતે જણાવ્યું હતું કે આ ફેરફાર 15 માર્ચથી માસિક પૂજા દરમિયાન ટ્રાયલ ધોરણે લાગુ કરવામાં આવશે અને વિશુ પૂજા દરમિયાન 12 દિવસ સુધી ચાલુ રહેશે.
રૂટમાં ફેરફાર કરવાની વિનંતી કરવામાં આવી હતી
જો આ વ્યવસ્થા સફળ થશે તો આગામી મંડલમ-મકરવિલાક્કુ સીઝન દરમિયાન આ ફેરફાર કાયમી કરવામાં આવશે. તેમણે કહ્યું કે બોર્ડને અનેક વિનંતીઓ મળી છે જેમાં ભક્તોના હજારો પત્રોનો સમાવેશ થાય છે.જેમાં 18 પવિત્ર પગથિયાં ચઢતી વખતે દર્શનનો અનુભવ વધુ સારો થાય તે માટે રૂટમાં ફેરફાર કરવાની વિનંતી કરવામાં આવી છે.
Also read : એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?
દર્શનનો સમય 25 સેકન્ડનો રહેશે
હાલની વ્યવસ્થા મુજબ પવિત્ર પગથિયાં ચઢનારા ભક્તોને પુલ પર લઈ જવામાં આવે છે જ્યાં તેઓ કતારમાં રાહ જુએ છે અને પછી બીજી બાજુ દર્શન માટે જવા દે છે. આ વ્યવસ્થાને કારણે તેમને દર્શન માટે ભાગ્યે જ પાંચ સેકન્ડ મળે છે અને સબરીમાલાની મુલાકાત લેનારા લાખો ભક્તોમાંથી લગભગ 80 ટકાને સંતોષકારક અનુભવ મળતો નથી.
જ્યારે પી. પ્રશાંતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હવે નવી વ્યવસ્થામાં દરેક ભક્તને દર્શન માટે લગભગ 20 થી 25 સેકન્ડનો સમય મળશે.
ઉલ્લેખનીય છે કે, સબરીમાલા ભારતના ખ્યાતનામ મંદિરોમાંનું એક છે. આ મંદિરનું મહત્વ ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં છે. આ મંદિરમાં ભગવાન અયપ્પાની પૂજા થાય છે.