ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સિંગાપોરના નાયબ વડા પ્રધાને મળ્યા, કહ્યું ભારતના રોકાણ દ્વિપક્ષીય સબંધો મજબૂત કરશે…

સિંગાપોર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. જેમાં તેવો રવિવારે સિંગાપોર પહોંચ્યા છે. તેમણે સિંગાપોરના નાયબ વડા પ્રધાન ગાન કિમ યોંગ સાથેની મુલાકાત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે સિંગાપોર સાથે વિવિધ દ્વિપક્ષીય પહેલોમાં સતત પ્રગતિ જોઈને ખુશ છે.
વિચારોનું આદાન-પ્રદાન હંમેશા જ્ઞાનવર્ધક : જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “નાયબ વડા પ્રધાન ગાન કિમ યોંગને મળીને આનંદ થયો. મને “વિવિધ દ્વિપક્ષીય પહેલોમાં સતત પ્રગતિ જોઈને આનંદ થયો. વિદેશ પ્રધાને એમ પણ કહ્યું કે તેઓ ત્રીજા ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોલમેજ સંમેલનની (ISMR) ની રાહ જોઈ રહ્યા છે. જયશંકર સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણનને પણ મળ્યા હતા તેમજ કહ્યું હતું કે સિંગાપોર અમારી ‘એક્ટ ઇસ્ટ’ નીતિમાં કેન્દ્રસ્થાને છે. ત્યાં વિચારોનું આદાન-પ્રદાન હંમેશા જ્ઞાનવર્ધક હોય છે.”

ટેમાસેક હોલ્ડિંગ્સના અધ્યક્ષ નામિત ટીઓ ચી હીનને મળ્યા
સિંગાપોરના વિદેશ પ્રધાન બાલકૃષ્ણને X પર આ બેઠક વિશે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “જેમ જેમ વિશ્વ ધીમે ધીમે બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે. તેમ ભારત આવી મોટી તકોના ધ્રુવ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ISMR ની પહેલી બેઠક સપ્ટેમ્બર 2022 માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. જ્યારે બીજી બેઠક ઓગસ્ટ 2023 માં સિંગાપોરમાં યોજાઈ હતી. જયશંકરે ટેમાસેક હોલ્ડિંગ્સના અધ્યક્ષ નામિત ટીઓ ચી હીનને પણ મળ્યા હતા. જેમાં ભારતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એસ. જયશંકર ચીનમાં એસસીઓ કોન્ફરન્સમાં સામેલ થશે
સિંગાપોર મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનના તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રવાના થશે. વર્ષ 2020 માં લદ્દાખના પૂર્વીય ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે લશ્કરી ગતિરોધ પછી આ તેમની ચીનની પ્રથમ મુલાકાત હશે. ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલી હિંસા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવમાં આવી ગયા હતા.