નેશનલ

અનેક દેશોના વિદેશ પ્રધાનો સાથે એસ જયશંકરે કરી વાત, કહ્યું – ભારત પાસે વળતો જવાબ આપવાનો અધિકાર…

નવી દિલ્હીઃ આતંકવાદનો ખાત્મો કરવા માટે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જેના માટે તૈયારી પણ એટલી જ કરવામાં આવી છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર (External Affairs Minister S Jaishankar)એ અન્ય ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, પાકિસ્તાનને હવે યોગ્ય જવાબ આપવામાં આવશે. વિદેશ પ્રધાન એસ જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન અને યૂરોપિયન યુનિયનના નેતાઓથી વાત કરી હતી. આ દરમિયાન એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત પાસે વળતો જવાબ આપવાનો પૂરો અધિકાર છે.

પાકિસ્તાનને હવે યોગ્ય જવાબ આપવામાં આવશે: એસ જયશંકર

ભારત પાકિસ્તાન અને આતંકવાદને પાઠ ભણાવવા માટે શ્રેષ્ઠ અને કુશળ કૂટનીતિ વાપરી છે. વિશ્વ કક્ષાએ ભારતે એવું સાબિત કરી દીધું છે કે, પહેલા પાકિસ્તાને હુમલો કર્યો હતો. જેથી હવે ભારત પાસે વળતો જવાબ આપવાનો અધિકાર છે અને ભારત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપશે. સામે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ અત્યારે એક્શન મોડમાં જ છે. અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડીજીઓ સાથે વાત કરી છે. જેમાં ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી છે. પાકિસ્તાને કાયરતાપૂર્ણ કૃત્ય કરીને જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારો, પઠાણકોટ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો પર હુમલો કર્યો હતો. જો કે, તેના ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. ભારતની સંરક્ષણ પ્રણાલીએ તેની મોટાભાગની મિસાઇલોનો નાશ કર્યો.

ભારતે પાકિસ્તાનની અનેક મિસાઇલોને તોડી પાડી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તો શરૂ થઈ ગયું છે. કારણ કે, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના અનેક જગ્યાએ પાકિસ્તાને હુમલો કર્યો હતો, જો કે, ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ કર્યો હતો. ભારતે પાકિસ્તાનની અનેક મિસાઇલોને તોડી પાડી હતી. પાકિસ્તાની મિસાઇલ અને એરક્રાફ્ટને હવામાં જ તોડી પાડવામાં માટે ભારતની S-400 સિસ્ટમ તેની પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે. પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે ભારતે સંપૂર્ણ તૈયારી સાથે પાકિસ્તાની મિસાઇલોને તોડી પાડી હતી.

આ પણ વાંચો પાકિસ્તાને બોર્ડર પર ભારતીય મકાનોને બનાવ્યા નિશાન, ઘાયલ લોકોએ કહી આ વાત

આતંકવાદીઓનો ખાત્મ કરવા ભારતનું ‘ઓપરેશન સિંદૂર’

ભારતે પાકિસ્તાનમાં વસેલા આતંકવાદીઓને અડ્ડા પર ઓપરેશન સિંદૂર દ્વારા હુમલો કર્યો હતો. જેથી પાકિસ્તાનમાં અત્યારે અફરા તફરી જેવો માહોલ જોવા મળ્યો છે. હુમલા મુદ્દે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાશ સિંહે કહ્યું છે કે, 100 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. ભારતે આતંકવાદીઓના 9 અડ્ડા પર હુમલો કર્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો પાકિસ્તાન અત્યારે ડરી ગયું છે અને અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યું છે, પરંતુ ભારત વિરૂદ્ધ જવા માટે કોઈ પણ તૈયાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button