નેશનલ

કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનના ખુલ્લે આમ કામ કરે છે; એસ જયશંકરે પાકિસ્તાને ઉઘાડું પડ્યું

એમ્સ્ટરડેમ: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વૈશ્વિક મંચ પરથી પાકિસ્તાનની આતંકવાદને પોષવાની વૃતિને ઉઘાડી પાડી (S Jaishankar about terrorism in Pakistan) રહ્યા છે. હાલ તેઓ યુરોપિયન યુનિયનમાં ભરતાના બીજા સૌથી મોટા ટ્રેડ પાર્ટનર નેધરલેન્ડ્સ(Netherlands)ની મુલાકાતે છે. આ દરમિયાન એક ડચ ન્યુઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુંમાં તેમણે પાકિસ્તાન સરકારના આતંકવાદી સંગઠનો સાથેના સંબંધો અંગે જોરદાર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકાર તેની ભૂમિ પરથી કાર્યરત આતંકવાદી નેટવર્કથી સારી રીતે વાકેફ છે.

વિદેશ પ્રધાન જયશંકર ભારત-ડચ સંબંધોને મજબૂત બનાવવા માટે નેધરલેન્ડ્સના રાજદ્વારી પ્રવાસ પર છે. આ દરમિયાન ડચ અખબાર ડી વોલ્કક્રાંત(De Volkskrant)ને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાનની સરકાર અને તેની સેના બંને આતંકવાદને પોષવાના સામેલ છે. તેમણે ઓપરેશન સિંદૂર બદલ ભારતીય સશસ્ત્ર દળોના પ્રશંસા કરી અને કહ્યું કે આતંકવાદ સામેની કાર્યવાહી માટે ભારત પ્રશંસાને પાત્ર છે. તેમણે આતંકવાદ સામે ભારતનું વલણ ફરી સ્પષ્ટ કરતા કહ્યું કે દેશ આ ઘટનાનો ચોક્કસ અંત ઇચ્છે છે.

પાકિસ્તાન સરકાર આતંકવાદમાં સામેલ:

પાકિસ્તાન સરકારને ફટકાર લગાવતા એસ જયશંકરે કહ્યું હતું કે આપણે એવું માની ન શકીએ કે પાકિસ્તાન સરકાર આતંકવાદમાં સંડોવાયેલી નથી. પાકિસ્તાનને “આતંકવાદનું કેન્દ્ર” ગણાવવાના તેમના અગાઉના નિવેદન વિશે પૂછવામાં આવતા, જયશંકરે કહ્યું, “હું એવા નામનું સૂચન નથી કરી રહ્યો, હું ફક્ત નિવેદન આપી રહ્યો છું.”

જયશંકરે અખબારને કહ્યું કે “ધારો કે એમ્સ્ટરડેમ (નેધરલેન્ડ્સની રાજધાની) જેવા શહેરની મધ્યમાં મોટા લશ્કરી કેન્દ્રો હોય, જ્યાં હજારો લોકો લશ્કરી તાલીમ માટે ભેગા થાય, તો શું તમે કહેશો કે તમારી સરકારને તેના વિશે કંઈ ખબર નથી? ચોક્કસપણે નહીં.”

સૌથી કુખ્યાત આતંકવાદીઓ બધા પાકિસ્તાનમાં:

જયશંકરે કડક શબ્દોમાં કહ્યું કે દુનિયાએ એવી વાત સ્વીકારવી ન જોઈએ કે પાકિસ્તાન સરકાર તેની ધરતી પર ચાલતી આતંકવાદી પ્રવૃતિઓથી અજાણ છે. જયશંકરે કહ્યું, “યુનાઇટેડ નેશન્સ (યુએન) ની યાદીમાં સૌથી કુખ્યાત આતંકવાદીઓ બધા પાકિસ્તાનમાં છે. તેઓ મોટા શહેરોમાં, દિવસના અજવાળામાં કામ કરે છે. તેમના સરનામાં સૌ જાણે છે. તેમની પ્રવૃત્તિઓ દેખીતી છે. તેમના પરસ્પર સંપર્કો જાહેર છે. તો આપણે એવું ન માનવું જોઈએ કે પાકિસ્તાન સરકાર આમાં સામેલ નથી. સરકાર સામેલ છે. સેના તેમાં તેના ગળા સુધી ડૂબેલી છે.”

પાકિસ્તાનને ચેતવણી:

વિદેશ મંત્રીએ એ એમ પણ કહ્યું કે 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામ સમજૂતીથી ભારત અને પાકિસ્તાન દ્વારા એકબીજા સામે કરવામાં આવતી લશ્કરી કાર્યવાહીનો “હાલ પૂરતો” અંત આવી ગયો છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલા ચાલુ રહેશે, તો તેના પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાનીઓએ તે સારી રીતે સમજવું જોઈએ.

કાશ્મીર મુદ્દે કોઈ બાંધછોડ નહીં:

જયશંકરે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત માટે આતંકવાદનો મુદ્દો અને જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો સંપૂર્ણપણે અલગ બાબતો છે. તેમણે કહ્યું, “આતંકવાદ એક અલગ, સંપૂર્ણપણે અસ્વીકાર્ય આંતરરાષ્ટ્રીય ગુનો છે જેને માફ ન કરવો જોઈએ કે તેને ન્યાયી ઠેરવવો જોઈએ નહીં”.

જયશંકરે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) બાબતે ભારતના વલણને સ્પષ્ટ કરતા કહ્યું, “ગેરકાયદેસર કબજેદારોએ તેમના ગેરકાયદેસર કબજાવાળા ભાગો તેમના સાચા હકદાર માલિકને પરત કરવા જોઈએ અને તે ભારત છે.”
કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર અંગે ભારતના ખ્યાલ અંગેના પ્રશ્નના જવાબમાં, જયશંકરે કહ્યું કે આ મામલો દ્વિપક્ષીય છે. તેમણે કહ્યું “જેમ મેં કહ્યું, આ એવી બાબત છે જે અંગે અમે પાકિસ્તાન સાથે સીધી વાત કરીશું.”

આ પણ વાંચો…પાકિસ્તાનમાં પાણીનો કકળાટ: ગૃહમંત્રીના ઘર પર હુમલો, હિંસક વિવાદે લીધું વિકરાળ સ્વરૂપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button