ભારતમાં બનશે રશિયાનું અત્યાધુનિક Su-57 લડાકુ વિમાન? અમેરિકાના F-35ને મોટો ફટકો...
Top Newsનેશનલ

ભારતમાં બનશે રશિયાનું અત્યાધુનિક Su-57 લડાકુ વિમાન? અમેરિકાના F-35ને મોટો ફટકો…

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણમાં ભારત-રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, જેમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પછી અમેરિકા ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યું છે.

આ વચ્ચે એક અહેવાલ અનુસાર, રશિયા તેના પાંચમી પેઢીના અત્યાધુનિક લડાકુ વિમાન Su-57ને ભારતમાં જ બનાવવાની યોજના પર ગંભીર વિચારણા કરી રહ્યું છે. આ પગલુ બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને અમેરિકાના F-35 વિમાનને ભારતમાં વેચવાના પ્રયાસોને અસર કરી શકે છે.

ભારતીય વાયુસેના લાંબા સમયથી પાંચમી પેઢીના અદ્યતન લડાકુ વિમાનોની જરૂરિયાત વ્યક્ત કરી રહી છે, અને તેને ઓછામાં ઓછા બેથી ત્રણ સ્ક્વોડ્રનની જરૂર છે. આમાં રશિયાનું Su-57 અને અમેરિકાનું F-35 વચ્ચે સ્પર્ધા છે.

જો કે મળતા સમાચાર પ્રમાણે ભારત આ અદ્યતન વિભાગ રશિયાને વેચવા સાથે તેનું ઉત્પાદન પણ ભારત કરવાની તૈયારી બતાવી રહ્યું છે. જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, કારણ કે તે પહેલેથી જ નાસિકમાં Su-30 MKI વિમાનોનું નિર્માણ કરે છે.

રશિયન એજન્સીઓ હાલમાં ભારતમાં Su-57ના ઉત્પાદન માટે જરૂરી મોટા નિવેશનું મૂલ્યાંકન કરી રહી છે. જો આ પ્રોજેક્ટ શરૂ થશે તો ભારતને વિશ્વના સૌથી આધુનિક વિમાનો મળશે અને તેમની કિંમત પણ ઘટશે, કારણ કે ઉત્પાદન સ્થાનિક હશે. આ ખબર ત્યારે આવી છે.

જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર યુદ્ધ જેવી સ્થિતિ છે, અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અનેક ક્ષેત્રોમાં 50% સુધીના ટેરિફ અને રશિયન તેલ આયાતને કારણે વધારાના 25% કર લગાવ્યા છે. અમેરિકા ભારતને F-35 ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે, પરંતુ આ સોદો તેની યોજનાઓને ખોરવી શકે છે.

ભારતે તાજેતરના વર્ષોમાં રશિયા પાસેથી S-400 હવા રક્ષા પ્રણાલી ખરીદી છે અને S-500માં પણ રસ દર્શાવ્યો છે. રશિયા ઇચ્છે છે કે ભારત Su-57ને પણ તેની વાયુસેનામાં સામેલ કરે. રસપ્રદ વાત એ છે કે ભારત અગાઉ રશિયાના પાંચમી પેઢીના વિમાન પ્રોગ્રામ FGFAમાં ભાગીદાર હતું, પરંતુ તકનીકી અને આર્થિક મતભેદોને કારણે તેમાંથી બહાર નીકળ્યું હતું.

જોકે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકા સાથેના તણાવને કારણે આ પ્રોજેક્ટ ફરી જીવંત થઈ રહ્યું છે. આ સાથે જ ભારત પોતાનું સ્વદેશી પાંચમી પેઢીનું વિમાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ 2028માં અને 2035 સુધીમાં વાયુસેનામાં સમાવેશની આશા છે.

જો Su-57નું ઉત્પાદન ભારતમાં થશે તો તેના અનેક લાભ મળશે, જેમ કે અત્યાધુનિક સ્ટેલ્થ વિમાનોની પ્રાપ્તિ, રક્ષા ઉદ્યોગમાં મોટા પાયે રોજગારીનું સર્જન અને રશિયા સાથેના રક્ષા સહયોગને વધુ મજબૂતી.

આ ઉપરાંત ભારત અમેરિકાના દબાણ અને શરતોથી બચીને તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી શકશે. આગામી 10 વર્ષ ભારત માટે મહત્વપૂર્ણ છે, જ્યાં તેણે આવા મોટા ભાગીદારોની મદદથી વાયુસેનાની જરૂરિયાત પૂરી કરવી પડશે અથવા તો મોટી કમીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો…હુઝૂર આતે આતે બહોત દેર કર દીઃ ભારત-રશિયાની દોસ્તીથી ખફા ટ્રમ્પે હવે ભારત વિશે આમ કહ્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button