ઇન્ટરનેશનલનેશનલ

પુતિનની હાઇ-પ્રોફાઇલ સુરક્ષા વ્યવસ્થા: ભારતના પ્રવાસ પૂર્વે જાણો અંગત વસ્તુઓ સાથે રાખવાનું રહસ્ય?

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાના છે. પુતિન આગામી 4 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ભારતમાં રહેવાના છે. રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા માટે રશિયન સુરક્ષા એજન્સી પહેલા જ ભારતમાં આવી ગઈ છે.

રશિયા એક શક્તિશાળી દેશ છે, તેમની સુરક્ષા માટે અનેક પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. આમ તો કોઈ પણ દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આવે ત્યારે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષાની વાત થોડી અલગ છે.

પુતિન આવ્યા પૂર્વે રશિયન સુરક્ષા એજન્સીના ભારતમાં ધામા

મળતી માહિતી પ્રમાણે પુતિન જ્યાં પણ જાય છે, તેમની પહેલા રશિયાની એક અદ્રશ્ય સેના ત્યાં પહોંચી જાય છે. આ સુરક્ષા કર્મીઓ સામાન્ય લોકોમાં ભળી જાય છે અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખતા હોય છે. આ પહેલા જાપાનના વડા પ્રધાનની હત્યા થઈ હતી, એટલું જ નહીં પરંતુ સ્લોવાકિયાના વડા પ્રધાનની હત્યાનો પણ પ્રસાય થયો હતો, જેથી પુતિનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ તારીખે ભારતની મુલાકાતે આવશે, USના દબાણ વચ્ચે મહત્વની જાહેરાત

અંગત રસોઈયો જ બનાવે છે પુતિનનું ભોજન

પુતિનની રોજિંદા જીવનની તમામ વસ્તુઓ અને સાધનો તેમની સાથે જ લઈ જવામાં આવે છે. પુતિનને આપવામાં આવતા ભોજનની તપાસ માટે પણ એક પોર્ટેબલ લેબોરેટરી રાખી છે, જ્યાં તપાસ થયા બાદ જ એ ભોજન પુતિનને અપાય છે. પુતિન રશિયામાં હોય કે પછી કોઈ અન્ય દેશમાં હોય, પરંતુ તેમના ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પુતિનનું ભોજનનું તેમનો અંગત રસોઈયો જ બનાવે છે. આ ભોજન માટેનો સમાન પણ રશિયાથી જ આવતો હોય છે. જેના માટે એક ખાસ ટીમ રાખવામાં આવેલી છે. એટલું જ નહીં, પરંતુ અંગત રસોઈયો હંમેશાં પુતિન સાથે જ મુસાફરી કરે છે અને જમવાનું બનાવે છે. તે ભોજનનું પણ પહેલા લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે, અને પછી પુતિનને આપવામાં આવે છે.

પોર્ટેબલ શૌચાલય પણ સાથે જ રાખે છે

તેમનું ફૂડ અને પીણાની વસ્તુઓ તો સાથે જાય છે, પરંતુ પુતિનના શરીરનો કચરો પણ બીજા દેશમાં ના રહે તેના માટે પોર્ટેબલ શૌચાલય પણ સાથે જ રાખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જો રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ વિદેશની ધરતી પર રહી જાય છે તો તેની તપાસથી રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે ખબર પડી શકે છે, જેથી રાષ્ટ્રપતિની સુરક્ષામાં વિક્ષેપ પડી શકે છે.

તમારી જાણ ખાતર જણાવવાનું કે વ્લાદિમીર પુતિન વિશ્વના શક્તિશાળી નેતાઓમાંથી એક છે એટલા માટે જ તેમની સુરક્ષા માટે આટલું ધ્યાન રાખવામાં આવે છે. ભારતમાં પણ પુતિન પોતાના સાથે આ વસ્તુઓ લઈને આવશે તેવું જાણવા મળ્યું છે. રશિયન સુરક્ષા એજન્સી દ્વારા તેમની સુરક્ષા મામલે કોઈ બેદરકારી રાખવામાં આવતી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button