પુતિનને મળ્યાં બાદ PM મોદીએ લખી પહેલી પોસ્ટ, રશિયન રાષ્ટ્રપતિના ભરપૂર વખાણ કર્યાં

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપ્રતિ પુતિન ભારતના બે દિવસના પ્રવાસે આવ્યાં છે. વડા પ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને પુતિનનું સ્વાગત કરવા માટે પહોંચી ગયાં હતા. રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યાં બાદ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે. એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું કે, મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરવા મને ખૂબ જ આનંદ અનુભવુ છે. આજે સાંજે અને કાલે અમારી વચ્ચે જે વાતચીત થશે તેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ભારત-રશિયા મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા લોકોને અપાર લાભો પહોંચાડ્યા છે.
પુતિનને ડિનર માટે આમંત્રણ આપ્યું!
દિલ્હીમાં અનેક જગ્યાએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિનના બેનરો લગાવવામાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિલ્હી એરપોર્ટથી લઈને વડા પ્રધાન આવાસ સુધી અને ભારત મંડપમથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. એક અજીબ વાત એ છે કે, પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં બેસીની વડા પ્રધાનના નિવાસસ્થાન પર પહોંચ્યા હતાં. પીએમ મોદીએ પુતિનને ત્યાં ઉચ્ચ સ્તરીય રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડી દીધો હતો. આ સાથે પીએમ મોદીએ પુતિનને પોતાના કારમાં બેસવામાં માટે આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણ પુતિને તરત જ સ્વીકારી પણ લીધું હતું. બંને વિશ્વ નેતાઓ એક કારમાં બેસીને નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. પુતિન અને મોદી સાથે જમશે કે કેમ તે અંગે હજી કોઈ ખાસ જાણકારી મળી નથી પરંતુ પીએમ મોદીએ સાથે જમવા માટે આમંત્રણ આપ્યું છે.



