ઇન્ટરનેશનલનેશનલ

“રશિયન રાષ્ટ્રપતિ પુતિન આવશે ભારત….” PM મોદીનાં આમંત્રણનો કર્યો સ્વીકાર

નવી દિલ્હી: રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિની વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે. રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે ગુરુવારે આ સંદર્ભમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પુતિનની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, પુતિનની મુલાકાતની તારીખ જાહેર કરવામાં આવી ન હતી. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી વાર હશે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત લેશે.

રશિયન વિદેશ પ્રધાને આપી માહિતી
રશિયન ઇન્ટરનેશનલ અફેર્સ કાઉન્સિલ (RIAC) દ્વારા ‘રશિયા અને ભારત નવા દ્વિપક્ષીય એજન્ડા તરફ’ શીર્ષક હેઠળ એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને રશિયન વિદેશ પ્રધાન લવરોવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું. પોતાના વીડિયો સંબોધન દરમિયાન, રશિયન વિદેશ પ્રધાને કહ્યું, ‘પુતિનની ભારત મુલાકાત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.’

આ પણ વાંચો:બલૂચિસ્તાનમાં ફરી બબાલઃ વિદ્રોહીઓનો બળવો, હાઈ-વે ‘હાઈજેક’ કર્યા પછી હિંસાના બનાવો

હવે આપણો વારો
રશિયન સમાચાર એજન્સીનાં અહેવાલ અનુસાર “રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય સરકારના વડાનું આમંત્રણ સ્વીકાર્યું છે અને પુતિનની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન લાવરોવે કહ્યું કે ગયા વર્ષે વડાપ્રધાન મોદીના ફરીથી ચૂંટાયા બાદ, તેમણે રશિયાની પહેલી વિદેશ યાત્રા કરી હતી. તેણે કહ્યું, ‘હવે આપણો વારો છે.’

પોતાની રશિયાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ જુલાઈ 2024માં રશિયાની મુલાકાત લીધી હતી, જે લગભગ પાંચ વર્ષમાં તેમની પહેલી મુલાકાત હતી. અગાઉ, તેમણે 2019 માં એક આર્થિક પરિષદમાં હાજરી આપવા માટે મુલાકાત લીધી હતી. 2024 ની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ પુતિનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button