ઇન્ટરનેશનલનેશનલ

પુતિન સરકારે પંજાબના પરિવાર માટે કેમ લંબાવ્યો મદદનો હાથ

રશિયન સેનામાં શહીદ થયેલા તેજપાલ સિંહના પરિવાર માટે રશિયાની પુતિન સરકારે મદદનો હાથ લંબાવ્યો છે. રશિયા તેમના પરિવારના સભ્યોને નાગરિકતા આપશે તેમજ તેમના જીવન અને તેમના બાળકોના ઉછેર માટે આર્થિક મદદ કરશે.

ગયા માર્ચમાં પંજાબના તેજપાલ સિંહનું યુક્રેનના ઝાપોરોઝયેમાં રશિયન આર્મી માટે લડતા લડતા મૃત્યુ થયું હતું. હવે રશિયાએ તેમના પરિવારના પાંચ સભ્યોને રશિયાનું કાયમી નિવાસ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

તેજપાલના પરિવારે જણાવ્યું કે તેજપાલ બાળપણથી જ સેનામાં જોડાવા માંગતો હતો. ઘણા પ્રયત્નો છતાં તેજપાલ ભારતીય સેના, અર્ધલશ્કરી દળો અને પંજાબ પોલીસમાં સ્થાન મેળવી શક્યા ન હતા. બાદમાં રશિયન આર્મીમાં સારો પગાર જોઈને તેને લાગ્યું કે તે રશિયન આર્મીમાં જોડાશે તો પરિવારનું સારી રીતે બરણપોષણ કરી શકશે.

આમ વિચારીને તે રશિયન આર્મીમાં જોડાયો હતો. 12 જાન્યુઆરીના રોજ તેણે પરમિંદરને ફોન કરીને જાણ કરી હતી કે તે મોસ્કો પહોંચી ગયો છે. બીજા દિવસે તેણે ફોન કરીને કહ્યું કે તેણે રશિયન આર્મીના શારીરિક અને તબીબી પરીક્ષણો પાસ કર્યા છે. 12 માર્ચે યુદ્ધ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

તેજપાલની વિધવા પરમિન્દર કૌરે જણાવ્યું છે કે તેમને રશિયામાં કાયમી રહેઠાણ મળ્યું છે. રશિયા પહોંચતા જ તેના બાળકો અને તેજપાલ સિંહના માતા-પિતાને પીઆર આપવામાં આવશે. તેણે કહ્યું હતું કે રશિયાની સરકારે તેના બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ માટે ગયા માર્ચથી 20,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવાનું શરૂ કર્યું હતું.

તેજપાલ સિંહના પરિવારમાં તેના માતા-પિતા અને પત્ની ઉપરાંત સાત વર્ષનો પુત્ર અરમાનદીપ સિંહ અને ચાર વર્ષની ગુરનાઝદીપ કૌરનો સમાવેશ થાય છે. તેજપાલના માતા-પિતાને પણ ત્યાં પેન્શન મળશે. જો કે, તેજપાલની વિધવાએ કહ્યું છે કે હાલ તેની રશિયામાં કાયમી સ્થાયી થવાની કોઈ ઈચ્છા નથી. તેઓએ કહ્યું છે કે તેઓ ત્યાં આવતા-જતા રહેશે.

Also Read – Syria War: ભારતે સીરિયાથી 75 ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનોન પહોંચ્યા

આ અઠવાડિયે રશિયાથી પરત ફરેલા પરમિંદર કૌરે કહ્યું હતું કે રશિયા જોકે તેના પતિના મૃતદેહને સોંપવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યું નથી. તે પેપરવર્ક પૂર્ણ કરવા ફેબ્રુઆરીમાં મોસ્કો જશે.

અગાઉ તે રશિયન એમ્બેસીમાંથી ટૂરિસ્ટ વિઝા પર ત્રણ મહિના માટે રશિયા ગઇ હતી. રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા લોકોમાં પોતાના પતિનું નામ સામેલ ન કરવા બદલ પરમિંદરે મોસ્કોમાં ભારતીય દૂતાવાસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેજપાલનું નામ ગુમ થયેલા લોકોની યાદીમાં સામેલ છે. પરમિન્દરે કહ્યું કે તે ત્રણ વખત દૂતાવાસમાં ગઈ હતી પરંતુ તેને વરિષ્ઠ અધિકારીઓને મળવા દેવામાં આવી ન હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button