રશિયન દૂતાવાસે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ‘ગદર’ સ્ટાઈલમાં ઉજવણી કરી, જુઓ વિડીયો
નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસ અનોખી શૈલીમાં ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કરી હતી. દૂતાવાસના કર્મચારીઓ, ડાન્સરો અને રંગબેરંગી ભારતીય પોશાક પહેરેલા બાળકોએ હિન્દી ફિલ્મ “ગદર: એક પ્રેમ કથા” ના લોકપ્રિય ગીત પર ડાન્સ કર્યો. રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા X પર એક વિડિયો શેર કરને લખ્યું કે”હેપ્પી રિપબ્લિક ડે, #ઇન્ડિયા! રશિયા તરફથી પ્રેમ.”
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવ પણ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસના અવસર પર શુભેચ્છાઓ આપવા માટે X પર પોસ્ટ કરી હતી. પોતાના સંદેશમાં અલીપોવે રશિયા અને ભારતની મિત્રતાની પ્રશંસા કરી હતી. અલીપોવે લખ્યું કે”પ્રજાસત્તાકદિવસ નિમિતે ભારતને ખૂબ ખૂબ અભિનંદન! અમારા ભારતીય મિત્રોને સમૃદ્ધિ, સુખાકારી અને ખૂબ જ તેજસ્વી #AmritKaalની શુભેચ્છાઓ! રૂસી-ભારતીય દોસ્તી અમર રહે!” નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે વાર્ષિક ગણતંત્ર દિવસની પરેડ યોજાઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે પરેડમાં સામેલ થયા હતા.