ઇન્ટરનેશનલનેશનલ

પુતિનને પણ પસંદ છે ભારતીય ફિલ્મો, જાણો રશિયન ‘હોલીવુડ ડિપ્લોમસી’નું રાજ શું છે?

ભારતીય સિનેમાની ફિલ્મોની દુનિયા દિવાની છે. ગીત-સંગીત, સંબંધો, રીત રિવાજો જેવી ઘણી બાબતોને લઈને વિદેશની ભૂમિ પર ભારતીય ફિલ્મોને પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને રશિયામાં ભારતની ફિલ્મો વધુ લોકપ્રિય છે. આ લોકપ્રિયતા આજકાલની નહીં, પરંતુ જ્યારે રશિયા સોવિયત યુનિયનનો ભાગ હતી ત્યારની છે. 20મી સદીમાં પણ રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા કલાકારોએ પોતાની ફિલ્મો દ્વારા રશિયા અને ભારતી વચ્ચે સાંસ્કૃતિક જોડાણ ઊભું કર્યું હતું. આ જોડાણ આજે પણ કાયમ છે, તેથી જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બોલિવૂડની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે.

રશિયામાં ભારતીય ફિલ્મોની લોકપ્રિયતા સૌથી વધુ

ભારતીય સિનેમા શરૂઆતથી જ ગ્લોબલ ડિપ્લોમેસીથી દૂર રહ્યું છે. જેવી ભારતની વિદેશ નીતિ છે, ભારતીય સિનેમાની નીતિ પણ એવી જ છે. ભારતીય ફિલ્મોમાં માનવીય અભિગમની સાથે સામાજિક સમસ્યા પણ દર્શાવે છે. ભારતની આ વિચારધારા તેને દુનિયાના દેશોમાં અલગ અલગ તારવે છે.

ભારતની આ વિચારધારા પર આધારિત ફિલ્મો અમેરિકા અને રશિયા બંને દેશોમાં એકસમાન રીતે લોકપ્રિય છે, પરંતુ રશિયામાં ભારતીય ફિલ્મોની લોકપ્રિયતાનું પલડું ભારે છે. તેનું સૌથી મોટું કારણ ભારત અને રશિયા વચ્ચેની સામાનિક અને સાંસ્કૃતિક સમાનતા છે. તેથી ભારત અને રશિયાના સાંસ્કૃતિક સંબંધો પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયગાળા સુધી ટકી રહ્યા છે. પંડિત નહેરૂના જોસેફ સ્ટાલિન અને નિકિતા ખ્રુશ્ચેવ સાથે જેવા સંબંધો હતા, એવા જ સંબંધો નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે પણ છે.

આ પણ વાંચો: પુતિનના ભારત પ્રવાસ પૂર્વે દિલ્હીમાં ‘હાઈ સિક્યોરિટી એલર્ટ’: પાટનગર ‘કિલ્લા’માં ફેરવાયું

વ્લાદિમિર પુતિનને પણ પસંદ છે ભારતીય ફિલ્મો

રાજ કપૂરની ફિલ્મોને રશિયામાં બહોળો પ્રતિસાદ મળતો હતો. રાજ કપૂરની ફિલ્મોમાં મુકેશના કંઠે ગવાયેલા ગીતો રશિયાના દિગ્ગજ નેતાઓ પણ ગાતા હતા. રાજ કપૂર બાદ અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી અને શાહરૂખ ખાનની ફિલ્મોએ પણ રશિયાના નાગરિકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 2024માં થયેલા 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં પુતિને રશિયામાં થયેલ ભારતીય ફિલ્મોના શૂટિંગ અંગે વાતચીત કરી હતી. પુતિને ભારતીય ફિલ્મોના વખાણ કર્યા હતા. જેમાં તેમણે કેટલીક ફિલ્મોના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં રાજ કપૂરની આવારા, શ્રી 420, મિથુન ચક્રવર્તીની ડિસ્કો ડાન્સર, શાહરૂખ ખાનની જવાન અને પઠાણ ફિલ્મનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસે ચીન અને પાકિસ્તાનની ચિંતા વધારી, મોટી ડિફેન્સ ડીલની શક્યતા

સર પે લાલ ટોપી રૂસી…ઘરે ઘરે ગવાય છે

પુતિને જણાવ્યું હતું કે, ભારત સહિત બ્રિક્સના સભ્ય દેશો રશિયામાં પોતાની કલા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કામ કરી શકે છે. પુતિને સિનેમા અકાદમી બનાવવાની પણ વાત કરી હતી. આ અગાઉ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કો ગયા હતા, ત્યારે તેમણે રાજ કપૂરની ફિલ્મોના ઉલ્લેખ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “અહીં ઘરે-ઘરે એક ગીત ગાવામાં આવે છે. ‘સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હે હિંદુસ્તાની….’ આ ગીત ભલે આજે જૂનું થઈ ગયું હોય, પરંતુ લોકોમાં પણ જાણીતું છે. રાજ કપૂર અને મિથુન દા જેવા એક્ટરે ભારત અને રશિયાની મિત્રતાને મજબૂત બનાવી છે. હું રાષ્ટ્રપતિ પુતિનની સરાહના કરવા ઈચ્છું છું કે, તેમણે આ ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે મોખરે રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button