
સંસદમાં PM મોદી પર ‘હુમલા’નું કાવતરું? 22 વર્ષમાં પ્રથમવાર પીએમના ભાષણ વિના આભાર પ્રસ્તાવ પસાર
નવી દિલ્હીઃ બજેટ સત્રના સાતમા દિવસે રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિના ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો હતો, જે 22 વર્ષમાં પહેલી વખત બન્યું છે. ગૃહમાં હંગામો કરીને કોંગ્રેસ પાર્ટીના સાંસદો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શારીરિક હુમલો કરવાની યોજના અન્વયે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો.
સંસદમાં પહેલી વખત વડા પ્રધાનના આભાર પ્રસ્તાવ કરી શક્યા નહીં. પીએમના ભાષણ વિના આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને એના પાછળનું કારણ પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસે પીએમ મોદી પર હુમલો કરવાની તૈયારીમાં હતા, જેના કારણે ભાષણ થયું નહોતું.
લોકસભાના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે વડા પ્રધાન મોદીએ લોકસભામાં ભાષણ આપી શક્યા નહોતા. કોંગ્રેસે લોકસભામાં પીએમ પર શારીરિક હુમલાની યોજના બનાવી હતી, તેથી મહિલા સાંસદોને ઢાલ બનાવીને આગળ વધારી હતી. આ જ કારણથી વડા પ્રધાન સંસદમાં હાજર હોવા છતાં ભાષણ આપી શક્યા નહોતા, ત્યાર પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
શરુઆતથી હંગામો કરવાના મૂડમાં કોંગ્રેસી સાંસદો હતા. વિપક્ષના નેતાઓએ શરુઆતથી હંગામો કર્યો હતો અને ગૃહમાં પીએમ મોદીને ઘેરવાની કોંગ્રેસે યોજના બનાવી હતી. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે કોંગ્રેસે પીએમ મોદી પર શારીરિક હુમલો કરવા માટે મહિલા સાંસદોને ઢાલ બનાવી હતી. તેમને ઢાલ બનાવીને પણ પ્લાન કર્યો હતો અને આ જ યોજનાને ઈરાદે સંસદમાં આવ્યા હતા. મનોજ તિવારીએ સંસદમાં કહ્યું હતું કે તમામ સાંસદો વડા પ્રધાનની ખુરશીને ઘેરીને હુમલો કરવા ઈચ્છતા હતા.
આપણ વાંચો: દિલ્હીમાં જામશે વિશ્વભરના દિગ્ગજોનો મેળાવડો: ‘ઇન્ડિયા-AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું આયોજન



