નેશનલ

ભાજપે ટિકિટ ન આપી તો RSSના કાર્યક્રરે કરી લીધી આત્મહત્યા

તિરુવનંતપુરમ: કેરળમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ ન મળતા નારાજ થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તાએ આપઘાત કરી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રિક્કણ્ણપુરમના રહેવાસી આનંદ કે. થંપીનો મૃતદેહ શનિવારે બપોરે તેમના ઘરેથી મળી આવ્યો હતો.

ભાજપે ઉમેદવારોની યાદીમાં તેમનું નામ ન હોવાથી લાગી આવતા તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે ભાજપે આ દાવાને નકારી કાઢ્યો હતો.

મળતી વિગતો અનુસાર, આરએસએસના કાર્યકર આનંદ કે. થંપીને તિરુવનંતપુરમ કોર્પોરેશનના થ્રિક્કન્નાપુરમ વોર્ડમાંથી ભાજપ ઉમેદવાર તરીકે ટિકિટ મળવાની આશા હતી. જ્યારે તેમને ખબર પડી કે તેમનું નામ તિરુવનંતપુરમના ભાજપના ઉમેદવારોની યાદીમાં નથી, ત્યારે તેઓ નારાજ થયા.

જોકે, સ્થાનિક ભાજપ નેતાઓએ દાવો કર્યો હતો કે થમ્પીએ ક્યારેય ટિકિટ માટે તેમનો સંપર્ક કર્યો નથી અને તેમના મૃત્યુને ટિકિટ ન મળવા સાથે જોડવું જોઈએ નહીં.

ભાજપની ઉમેદવાર યાદીમાં તેમનું નામ ન આવ્યા બાદ, આનંદ કે. થંપીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. પોલીસે જણાવ્યું હતું કે તેમણે તેમના મિત્રોને વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા, જેમાં RSS અને BJP નેતાઓ પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને જીવવાની કોઈ ઇચ્છા નથી.

મેસેજમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે RSS કાર્યકરોને ચૂંટણી લડવાની તેમની ઇચ્છા વિશે જાણ કરી હતી. થમ્પીએ આરોપ લગાવ્યો હતો કે રેતી દાણચોરી માફિયા સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક નેતાઓના સ્વાર્થી હિતોને કારણે તેમને ટિકિટ આપવામાં આવી નથી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button