‘RSSના સર્વે અનુસાર, ભાજપ 200 બેઠકો પણ નહીં જીતીશકે’, આ કોંગ્રેસ નેતા કર્યો મોટો દાવો

બેંગલુરુ: લોકસભા ચૂંટણી(Loksabha Election)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતાઓ એવી આગાહી કરી રહ્યા છે કે NDA ગઠબંધન 400થી વધુ બેઠકો જીતશે. એવામાં કર્ણાટક સરકારના પ્રધાન પ્રિયંક ખડગે(Priyank Kharge)એ દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા કરવામાં આવેલા એક આંતરિક સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા ચૂંટણીમાં 200 બેઠકો પણ નહીં જીતી શકે.
પ્રિયંક ખડગેએ દાવો કર્યો, “RSSના આંતરિક સર્વે અનુસાર, પાર્ટી (ભાજપ)ને આ વખતે 200 બેઠકો પણ નહીં મળે. સંઘ આ વાત કહી રહ્યું છે. રાજ્ય(કર્ણાટક)માં તેઓ 8 સીટનો આંકડો પણ પાર કરી શકશે નહીં. જ્યારે 14-15 સીટો માટે ભાજપમાં આંતરિક લડાઈ ચાલી રહી છે, ત્યારે તેઓ કેવી રીતે જીતી શકે.”
ભાજપે આ લોકસભા ચૂંટણીમાં દેશમાં 370 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, જ્યારે પાર્ટીનો દાવો છે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) દેશમાં 400 બેઠકો જીતશે. જ્યારે કર્ણાટકમાં ભાજપે તમામ 28 લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
પ્રિયંક ખડગેએ કહ્યું કે, “ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યમાં ભાજપ એક પરિવારના કારણે દૂષિત થઇ રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ ભાજપના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ. તેઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે ભાજપમાં બસનાગૌડા પાટીલ યતનાલ, સીટી રવિ, અનંતકુમાર હેગડે, ઈશ્વરપ્પા જેવા હિન્દુત્વવાદી નેતાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. તેઓ અંદરોઅંદર લડી રહ્યા છે અને કોંગ્રેસે આ સ્થિતિ સર્જી નથી.”
આ દરમિયાન તેમણે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પર કર્ણાટકને દુષ્કાળ રાહત અંગે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો, તેમણે કહ્યું કે અમિત શાહને ‘ખોટી માહિતી પ્રધાન’ બનવું જોઈતું હતું. તેમણે કહ્યું, “શું મુખ્ય પ્રધાનની વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને નાણા પ્રધાન સાથે રાહતની માગણી માટેની મુલાકાત જુઠ્ઠાણું છે? શું IMCT (ઇન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ) માટે અહીં આવીને સર્વે હાથ ધરવો અને રિપોર્ટ સબમિટ કરવો તે જૂઠ છે? શું તે પછી રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની બેઠક યોજીને કર્ણાટકના દુષ્કાળ વ્યવસ્થાપનના પ્રયાસોની લેખિતમાં પ્રશંસા કરવી એ જૂઠ છે? આ શું છે, અમિત શાહ આટલું જુઠ્ઠું કેમ બોલી રહ્યા છે?