નેશનલ

‘સાચા સેવકમાં અહંકાર નથી હોતો…’ RSS વડા મોહન ભાગવત ભાજપ અને મોદીથી નારાજ!

નાગપુર: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી(BJP)ની આગેવાની હેઠળ NDA સરકાર રચાઈ છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત(Mohan Bhagwat) પહેલીવાર નિવેદન આપ્યું છે, આ નિવેદનમાં તેઓ ભાજપની કાર્યપદ્ધતીથી નારાજ હોય એવા તર્ક વિતર્કો થઇ રહ્યા. સોમવારે સ્વયંસેવકોને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે ‘સાચા સેવકમાં અહંકાર હોતો નથી અને તે બીજાને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરે છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પ્રચારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન શિષ્ટતા જળવાઈ નથી’.

RSS કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ શિબિરના સમાપન પછી નાગપુરમાં એક સભાને સંબોધતા ભાગવતે ‘સહમતિ’ની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું, “સાચો સેવક, જેને વાસ્તવિક સેવક કહી શકાય, તે ગૌરવ સાથે કામ કરે છે. જે તે મર્યાદાઓનું પાલન કરે છે, તે કર્મ કરે છે પણ કર્મોથી બંધાતો નથી, તેને અહંકાર નથી થતો કે મેં બધું કર્યું છે, એ જ સેવક કહેવાનો અધિકારી છે.” એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાગવતે આ ટીપ્પણી વડા પ્રધાન મોદી અંગે કરી છે.

મોહન ભાગવતે કહ્યું કે ચૂંટણીને યુદ્ધ તરીકે ન જોવી જોઈએ. NDA સરકારે નવા કેબિનેટની જાહેરાત કરી દીધી છે અને આરએસએસ પરિણામો પછીની સ્થિતિ અંગે ચર્ચામાં વ્યસ્ત છે, એ સમયે જ આરએસએસ ચીફની આવી ટિપ્પણી આવતા તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

તેમણે કહ્યું, “જે પ્રકારની વાતો કહેવામાં આવી હતી, જે રીતે બંને પક્ષોએ (ચૂંટણી દરમિયાન) એકબીજા પર આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો કર્યા હતા. તેની પરવા કરી ન હતી કે જે થઈ રહ્યું છે તે સામાજિક વિભાજન પેદા કરી રહ્યું છે અને કોઈપણ કારણ વિના સંઘને તેમાં સંડોવવામાં આવી રહ્યો છે, જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે.”

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button