નેશનલ

આરએસએસ વડા મોહન ભાગવત પહોંચ્યા મુકેશ અંબાણીના નિવાસસ્થાને ! શું છે કારણ ?

નવી દિલ્હી: આરએસએસ વડા મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) આજે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી મોહન ભાગવતના સ્વાગત માટે પહેલાથી જ ગેટ પર હાજર હતા અને મોહન ભાગવત પહોંચતા જ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીના લગ્ન પહેલા તમામ મોટા વીઆઈપી સાથે ફોટોશૂટ ચાલી રહ્યું છે અને આ અંતર્ગત મોહન ભાગવત આજે અંબાણીના ઘરે એન્ટિલિયા (Antilia) પહોંચ્યા હતા. હાલમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર મેગા સેલિબ્રેશન શરૂ થઈ રહ્યું છે. અગાઉ અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ખૂબ ચર્ચા થઈ હતી. હવે તેમના લગ્નની ઉજવણીનો સમય છે.

આ પણ વાંચો : બનારસની ગલીઓમાં શું કરી રહ્યા હતા નીતા અંબાણી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આવતા મહિને એટલે કે 12મી જુલાઈના રોજ થવાના છે, પરંતુ તેના માટે મોટી હસ્તીઓનો ઘસારો અત્યારથી જ દેખાવા માંડ્યો છે. લગ્નનો આ ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં જ યોજાનાર છે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદનો કાર્યક્રમ અને 14મી જુલાઈએ તેમનું ગ્રાન્ડ રિસેપ્શન થશે.

અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના નાના પુત્ર છે અને મુંબઈમાં એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હતી મોટી હસ્તીઓ:
આ વર્ષની શરૂઆતમાં જામનગરમાં આયોજિત પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં દુનિયાભરની અનેક હસ્તીઓ સંમેલિત થઈ હતી. આ અવસર પર બિઝનેસ જગત, બોલિવૂડથી લઈને હોલીવુડના સિતારાઓએ ભાગ લીધો હતો, આ બાદ તે યાદગાર સમારોહ બની ગયો હતો. ઈવાન્કા ટ્રમ્પ, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, મેટાના સ્થાપક માર્ક ઝૂકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન સહિતના અતિથિઓ સામેલ હતા. આ સેલીબ્રેશનમાં રીહાન્નાએ ભારતમાં તેનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો