કર્ણાટકની સરકારી સ્કૂલ-કૉલેજોમાં RSSને નૉ એન્ટ્રીઃ જાણો કેબિનેટમાં શું નિર્ણય લેવાયો | મુંબઈ સમાચાર
નેશનલ

કર્ણાટકની સરકારી સ્કૂલ-કૉલેજોમાં RSSને નૉ એન્ટ્રીઃ જાણો કેબિનેટમાં શું નિર્ણય લેવાયો

બેંગલોરઃ કર્ણાટક કેબિનેટની બેઠકમાં એક નિર્ણય લેવાયો છે, જે આવનારા સમયમાં માહોલ ગરમાવી શકે છે. કર્ણાટક કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અનુસાર આરએસએસને સરકારી સ્કૂલ કોલેજમાં એન્ટ્રી ન આપવામાં આવે અને તેમના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને દૂર રાખવામાં આવે.

સરકારી સ્કૂલોમાં આરએસએસની થતી બેઠકો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ માટે ગૃહ ખાતું, શિક્ષણ ખાતું સાથે મળી નવા કાયદા બનાવશે. ખરગેએ કહ્યું કે અમે કોઈ સંગઠનને સંપૂર્ણપણે રોકી શકતા નથી, પરંતુ તેઓ મન પડે તેમ જાહેર સ્થળો પર વર્તન કરી શકશે નહીં. આ સાથે સરકારી સ્કૂલ-કૉલેજોમાં તેમની બેઠકો પર નિયંત્રણ લગાવવામાં આવશે.

આપણ વાંચો: Mumbai breaking: મહારાષ્ટ્રમાં કામના કલાક વધ્યા, કેબિનેટમાં નિર્ણય

પ્રિયંક ખરગેએ કરી હતી માગણી

કર્ણાટક રાજ્યમાં કેબિનેટ પ્રધાન પ્રિયંક ખરગેએ કૉંગ્રેસ સરકાર પાસે માગણી કરી હતી કે રાજ્યના કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેવા દેવામાં આવે નહીં. સિવિલ સર્વિસિસમાં આ રીતે કરવામાં આવે છે કે અધિકારીઓ કોઈપણ સંગઠનના કાર્યક્રમમાં ભાગ લઈ શકતા નથી.

૧૩ ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં, પ્રિયંક ખરગેએ નિયમોમાંથી કેટલીક વાતો ટાંકી હતી, જેમાં કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ રાજકીય પક્ષ અથવા રાજકારણમાં ભાગ લેતી કોઈપણ સંસ્થાનો સભ્ય રહેશે નહીં, અથવા તેની સાથે સંકળાયેલ રહેશે નહીં. તેમના કોઈપણ કામમાં સાથ સહકાર કે યોગદાન આપશે નહીં.

પ્રિયંક ખરગેએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે, પરંતુ તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ RSS કે અન્ય આવા સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. આથી તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે.

આપણ વાંચો: ર્ણાટક સરકારની મોટી જાહેરાત, બેંગ્લોર સિટી યુનિવર્સિટી અને બે શહેરોના નામ બદલ્યા

ખરગેને મળી રહી છે ધમકી

તાજેતરમાં સિદ્ધારમૈયાને એક પત્ર લખીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ અને જાહેર સ્થળોએ RSS પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. ત્યારબાદ તેમને ફોન પર ધમકીઓ મળી હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેમણે હજુ સુધી ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

પ્રિયંક ખડગેએ એક વીડિયો પણ શેર કર્યો જેમાં એક અજાણ્યો ફોન કરનાર તેમને અપશબ્દો કહે છે અને ગંભીર પરિણામોની ધમકી આપે છે. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ખડગેની સુરક્ષા વધારવામાં આવશે, જ્યારે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું હતું કે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ખડગેના વલણની ટીકા કરી હતી અને તેમને રાજ્યમાં RSS પર પ્રતિબંધ મૂકીને સરકાર બતાવે, તેવો પડકાર પણ ફેંક્યો હતો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button