નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચેન્નઈના રેલવે સ્ટેશન પરથી રૂ.4 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, BJP કાર્યકર સહિત 3ની ધરપકડ

ચેન્નઈ: લોકસભા ચુંટણી(Loksabha Election 2024)ની જાહેરાત થયા બાદ આદર્શ આચાર સંહિતા(Code of conduct) લાગુ થઇ ગઈ છે, ચૂંટણી પંચે લોકોને રૂ.50 હજારથી વધુ રોકડ રકમની રાખવાની મનાઈ કરી છે. એવામાં તમિલનાડુ(Tamilnadu)ની રાજધાની ચેન્નાઈ(Chennai)માં 4 કરોડ રૂપિયા રોકડા પકડતા પોલીસ અને ચુંટણી પંચના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. શનિવારે 9 વાગ્યાની આસપાસ પોલીસ સાથે ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ તાંબરમ રેલ્વે સ્ટેશન પર પહોંચી રોકડ કબજે કર્યા હતા.

ચેન્નાઈના તાંબરમ રેલવે સ્ટેશન પર અધિકારીઓએ મોટી માત્રામાં રોકડ જપ્ત કરી છે. રોકડા 4 કરોડ રૂપિયા છ બેગમાં ભરીને લઈ જવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાજપના સભ્ય અને ખાનગી હોટલના મેનેજર સતીશ, તેના ભાઈ નવીન અને ડ્રાઈવર પેરુમલની અટકાયત કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે સતીષે કથિત રીતે થિરુનેલવેલીથી ભાજપના લોકસભા ઉમેદવાર નયનાર નાગેન્દ્રનની ટીમના નિર્દેશો અનુસાર કામ કરવાની કબૂલાત કરી છે. વધુ તપાસ ચાલુ છે. રોકડ ક્યાંથી આવી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ રોકડ રકમ તિરુનેલવેલી લોકસભા મતવિસ્તારમાં વહેંચવા માટે એકત્ર આવી હતી.

આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવાર અથવા સોમવારે તેમની પૂછપરછ કરવામાં આવશે કારણ કે આઇટી ટીમો અન્ય જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં માટે 19 એપ્રિલના રોજ તમિલનાડુના 39 સીટો પર મતદાન થશે. તિરુવલ્લુર, ચેન્નાઈ નોર્થ, ચેન્નાઈ સાઉથ, ચેન્નાઈ સેન્ટ્રલ, શ્રીપેરુમ્બુદુર, કાંચીપુરમ, અરક્કોનમ, વેલ્લોર, કૃષ્ણાગિરી, ધર્મપુરી, તિરુવન્નામલાઈ, અરણી, વિલુપુરમ, કલ્લાકુરિચી, સલેમ. , નમક્કલ, ઈરોડ, તિરુપુર, નીલગિરિસ, કોઈમ્બતુર, પોલ્લાચી, ડિંડીગુલ, કરુર, તિરુચિરાપલ્લી, પેરામ્બલુર, કુડ્ડલોર, ચિદમ્બરમ, મયલાદુથુર, નાગપટ્ટિનમ, તંજાવુર, શિવગંગાઈ, મદુરાઈ, થેની, વિરુધનાપુરુદી, રામપુરુષીનગર, તિરુચિરાપલ્લી બેઠકો પર મતદાન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button