મહિલા આરપીએફની સૂજબૂજથી ગર્ભવતી મહિલાનો બચ્યો જીવ, સ્ટેશન પર જ કરાવી પડી ડીલિવરી...
નેશનલ

મહિલા આરપીએફની સૂજબૂજથી ગર્ભવતી મહિલાનો બચ્યો જીવ, સ્ટેશન પર જ કરાવી પડી ડીલિવરી…

લખનઊ જંક્શન જેવા વ્યસ્ત રેલવે સ્ટેશન પર એક અણધારી અને પ્રેરણાદાયી ઘટના બની છે, જેમાં આરપીએફની મહિલા કોન્સ્ટેબલ્સે એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સહાય કરીને મહિલા સહિત મહિલાના બાળકનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના રવિવારની બપોરે બનેલી છે. આ ઘટના બાદ આરપીએફ ઓફિસની કાર્યવાહીના સોશીયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે.

મીડિયા રીપોર્ટ પ્રમાણે આખી વાત એમ છે કે, ઉન્નાવના શુક્લાગંજની અંજલી, જે પતિ સચિન ગુપ્તા સાથે ટ્રેનની રાહ જોઈ રહી હતી, તેને પ્લેટફોર્મ નંબર 2 પર અચાનક તીવ્ર પ્રસવ વેદના થવા લાગ્યો હતો. તેની સ્થિતિ જોતા આરપીએફ કોન્સ્ટેબલ પૂનમ યાદવે તરત જ સાથીઓને બોલાવ્યા અને હોસ્પિટલ લઈ જવું અશક્ય બોલીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી.

મહિલા કોન્સ્ટેબલ્સે સાડી અને ચાદરથી ઘેરો બનાવ્યો. આ તમામ કાર્યવાહી એટલી ઝડપી અને વ્યવસ્થિત હતી કે તેનાથી પ્રભાવિત થઈને આસપાસના લોકો બોલ્યા, “આ તો અસલી હીરોઈન છે!”

આકરીએફ પૂનમના સરકર્મ પ્રમાણે, પૂનમ અને વંદના ચૌધરી જેવી કોન્સ્ટેબલ્સે ટીમવર્કથી અંજલીનું પ્રસવ કરાવ્યું, જેમાં એક સ્વસ્થ પુત્રનો જન્મ થયો. પ્રસવ પૂરો થતા જ તેઓએ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરી અને માતા અને બાળકને હઝરતગંજની વીરાંગના ઝાલકારી બાઈ સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા.

ત્યાં ડૉક્ટરોએ તપાસ કરીને બંનેને સંપૂર્ણ સ્વસ્થ જણાવ્યા, જેનાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટનાથી રેલવે સ્ટેશન પરના કર્મચારીઓમાં પણ ગર્વની લાગણી જગાવી છે.

આ ઘટના વિશે જાણીને સ્થાનિક લોકો અને યાત્રીઓએ આરપીએફ મહિલા કોન્સ્ટેબલ્સની હિંમત અને નિષ્ઠાની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા હતા, જે દર્શાવે છે કે કઠોર પરિસ્થિતિઓમાં પણ માનવતા કેવી રીતે ચમકે છે.

આવી ઘટનાઓથી રેલવે વિભાગમાં મહિલા કર્મચારીઓની ભૂમિકા વધુ મજબૂત થાય છે અને સમાજને એક સારો સંદેશ આપે છે કે મદદ કરવાથી કોઈ વિલંબ ન કરવો. આ કહાની લોકોને પ્રેરિત કરે છે કે જીવનના અણધારા ક્ષણોમાં તૈયાર રહેવું જરૂરી છે.

આ પણ વાંચો…ભારતનું એ ગામ જ્યાંના લોકોથી ગર્ભવતી થવા વિદેશથી આવે છે મહિલાઓ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button