નેશનલસ્પેશિયલ ફિચર્સ

જૂની કારને લઈને તૂટી ગયા રાજવી પરિવારના લગ્ન! મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

સુપ્રીમ કોર્ટમાં હાલમાં એક અનોખા કેસની સુનાવણી થઈ હતી. આ કેસ 1951ની રોલ્સ રોયસ કાર સાથે સંબંધિત હતો. આ કાર HJ મુલિનર એન્ડ કંપની દ્વારા બરોડાની મહારાણી માટે બનાવવામાં આવી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ રાણી વતી આ કારનો ઓર્ડર આપ્યો હતો. આ કારના કારણે ગ્વાલિયરના એક રાજવી પરિવારની દીકરીના લગ્ન તૂટી ગયા હોવાનો કેસ આવ્યો છે. આપણે આ વિશે જાણીએ શું છે આ મામલો

આ મામલે યુવતી અને તેનો પરિવાર એવો દાવો કરે છે કે તેઓ કોંકણના એડમિરલ અને શાસક છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. છોકરાના પિતા આર્મીમાં કર્નલ હતા અને તેમનો પરિવાર ઈન્દોરમાં શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. બંને પરિવારોની મંજૂરી બાદ માર્ચ 2018માં ગ્વાલિયરમાં યુવતી અને યુવકની સગાઈ થઇ હતી અને એક મહિના પછી ઋષિકેશમાં તેમના લગ્ન થયા હોવા વિશે બંને પરિવારો અલગ-અલગ દાવા કરે છે, પરંતુ બંનેના પરિવારના દાવાઓમાં એક વાત સમાન છે. વિવાદોને કારણે સાસરિયાઓ ક્યારેય યુવતીને પોતાના ઘરે લાવ્યા ન હતા.

આ પણ વાંચો : ‘અધિકારીઓ ન્યાયધીશ ના બને…’ બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટે સખ્તાઇ બતાવી

યુવકે યુવતીના પરિવાર પર લગ્ન સમયે મોટી રકમ ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસમાં કેસ પણ દાખલ કર્યો હતો. એના જવાબમાં યુવતીના પરિવારજનોએ યુવકના પરિવાર સામે દહેજ ઉત્પીડનનો આક્ષેપ કરીને કેસ દાખલ કરી દીધો હતો. ઋષિકેશ અને ગ્વાલિયરમાં બંનેના ડિવોર્સનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. હાઇ કોર્ટે યુવતીની એફઆઇઆર રદ કરી દીધી, તો મહિલાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે યુવકને 73 વર્ષ જૂની રયલ રોલ્સ રોયસ કાર એટલી બધી પસંદ હતી કે તેણે અને તેના પરિવારે લગ્નમાં દહેજ તરીકે મુંબઇમાં એક ફ્લેટ સહિત આ કારની માગણી કરી હતી.

હવે મુસીબત એ છે કે રાજવી પરિવારના વંશજ હોવાનો દાવો કરતી યુવતી મુસીબતમાં ફસાઇ છે, કારણ કે તેના રાજવી પરિવારમાં પુનઃ લગ્નનો કોઇ રિવાજ નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે લવાદની નિમણૂક કરી છે અને હવે આ મામલો સુલટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આમ હાલમાં તો એવું લાગે છે કે સમગ્ર વિવાદની જડ તો આ 73 વર્ષ જૂની રોલ્સ રોયસ કાર જ છે. હવે આ કેસનો શું નિવેડો આવે છે તે જોવું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button