મુંબઈઃ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ રોપ-વે ટાવરના કેબલ તૂટવાના અહેવાલો છે. પ્રાવીસઓની પ્રિય એવા જમ્મુમાં ટાવર નંબર 15-16 વચ્ચેની 20 જેટલી કેબિન હવામાં લટકી રહી છે. આ કેબિનમાં લગભગ 120 જેટલા પ્રવાસી ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમને બહાર કાઢવા રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : નવું કાશ્મીરઃ પુલવામામાં રચાયો ઈતિહાસ, સ્થાનિકોએ પહેલી વખત ફરકાવ્યો તિરંગો…
શિયાળામાં ખાસ અહીં પ્રવાસીઓની ભીડ ઉમટે છે. સુંદર બરફીલા પહાડોનો નઝારો જોવા માટે રૉપ-વેમાં બેસવા અહીં દેશ વિદેશના હજારો સહેલાણીઓ ઉમટે છે. ગુલમર્ગમાં આવેલા રૉપ-વેનો કેબલ વાયર તૂટી જતા હાવામાં રોપ-વેની કેબિનો હવામાં ઝૂલી રહી છે અને લગભગ 120 જેટલા પ્રવાસીઓ તેમાં ફસાયા હોવાની માહિતી મળી છે. આ પ્રવાસીઓને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.
વધુ માહિતી માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે.